Filmfare Awards 2020: રણવીર અને વિક્કી કૌશલે 'મલ્હારી' ગીત પર કર્યો ડાન્સ, વાયરલ થયો Video

આ એક સફળ આયોજન રહ્યું અને બધા કલાકારોએ નક્કી કર્યું કે, આસામનો શો સૌથી રસપ્રદ છે. વિક્કી કૌશલે કરણ જોહરની સાથે મળીને એવોર્ડની યજમાની કરી હતી.
 

Filmfare Awards 2020: રણવીર અને વિક્કી કૌશલે 'મલ્હારી' ગીત પર કર્યો ડાન્સ, વાયરલ થયો Video

નવી દિલ્હીઃ હાલમાં આયોજીત થયેલા 65માં ફિલ્મફેર એવોર્ડ્સો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રણવીર સિંહ અને વિક્કી કૌશલને ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત મલ્હારી પર ડાન્સ કરતા જોઈ શકાય છે. બંન્નેએ આ ગીત પર શાનદાર પરફોર્મ કરીને બધાનું દિલ જીતી લીધું છે. 65મો ફિલ્મએર એવોર્ડ્સ શો હાલમાં આસામના ગુવાહાટીમાં આયોજીત થયો હતો અને ઘણા બોલીવુડ કલાકારોએ તેમાં હાજરી આપી હતી. 

આ એક સફળ આયોજન રહ્યું અને બધા કલાકારોએ નક્કી કર્યું કે, આસામનો શો સૌથી રસપ્રદ છે. વિક્કી કૌશલે કરણ જોહરની સાથે મળીને એવોર્ડની યજમાની કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં રણવીર સિંહ અને વિક્કી કૌશલને ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત મલ્હારી પર નાચતા જોઈ શકાય છે. 

A post shared by Box Office India (@boxofficeindiamag) on

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોને જોઈને બધાને લાગે છે કે રણવીર સિંહમાં આટલી ઉર્જા ક્યાંથી આવે છે? વીડિયોમાં બંન્ને શાનદાર દેખાઈ રહ્યાં છે. રણવીર સિંહ અને વિક્કી કૌશલે મલ્હારી ગીતની ધૂન પર ડાન્સ કર્યો છે.રણવીર વીડિયોમાં પોતાની ઉર્જાની સાથે ડાન્સ કરી રહ્યા છે, વિકી પોતાની સ્ટાઇલમાં ડાન્સ કરી રહ્યો છે. બંન્ને અભિનેતાઓ ફિલ્મ તખ્તમાં સાથે જોવા મળશે. 

A post shared by ranveer ka fan club (@ranveer_ka_fanclub) on

ફિલ્મ મલ્હારી રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મનું ગીત હતું. તેમાં રણવીર સિંહે પેશવા બાજીરાવની ભૂમિકા ભજવી હતી. પેશવા બાજીરાવ મરાઠા સામ્રાજ્યના સૌથી સફળ પેશવામાંથી એક હતા. તેમના કાર્યકાળમાં મરાઠાઓનો ઝંડો દિલ્હીના તખ્ત સુધી પહોંચી શક્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news