12 વર્ષમાં પહેલીવાર થયું હતું આવું, જ્યારે 2018માં બોલીવુડના 3 ખાન આ રેસમાંથી થયા હતા બહાર
બોલીવુડના ખાન્સ આમિર ખાન (Aamir khan), સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમયથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યા છે. દર્શને આ ત્રણેયની ફિલ્મોની આતુરતા રહે છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડના ખાન્સ આમિર ખાન (Aamir khan), સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમયથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યા છે. દર્શને આ ત્રણેયની ફિલ્મોની આતુરતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે વર્ષ 2018 બોલીવુડના ખાન્સ માટે સારું સાબિત ન થયું. હિંદી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર આ એક વર્ષ એવું જ્યારે જ્યારે, આમિર, સલમાન અને શાહરૂખ ત્રણેય પોતાનો જાદૂ બોક્સ ઓફિસ પર બતાવી ન શક્યા. 12 વર્ષોમાં પહેલી વાર આમ પ્રથવાર તહ્યું જ્યાર બોક્સ ઓફિસના ત્રણ ટોચના સ્થાન પર આ ત્રણેય ખાન્સ ધડામ થઇ ગયા. આશ્વર્યની વાત તો એ છે કે આ ખાન્સનો જાદૂ ઓછો કરવા પાછળ રણવીર સિંહની 'પદ્માવત' અને રણવીર કપૂરની 'સંજૂ' રહી. તો ચાલો જણાવીએ આ ત્રણેય ખાનની ફિલ્મોને વર્ષ 2018માં દર્શકોને નાપસંદ કરી.
શાહરૂખ ખાન 'ઝીરો'
12 ડિસેમ્બર 2018ના રોજ શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' રિલીઝ થઇ હતી. પહેલીવાર શાહરૂખે ઠીંગણાનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ દર્શકોને આ ફિલ્મ એટલી પસંદ ન આવી. ફિલ્મ સમીક્ષોથી મંડીને દર્શકો સુધી આ ફિલ્મ પસંદ ન આવી. આનંદ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા અને કેટરીના કૈફ જોવા મળી હતી. 'ઝીરો' ફિલ્મની કુલ કમાણી લગભગ 92 કરોડ હતી.
આમિર ખાન 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'
આમિર ખાન વર્ષમાં પોતાની એક જ ફિલ્મ રીલિઝ કરે છે અને બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટની ફિલ્મોના તેમના ફેન્સને આતુરતા રહે છે. 8 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'નું નિર્દેશન વિનય કૃષ્ણ આચાર્યએ કર્યું હતું. આમિર ખાનની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખર જોવા મળી હતી. લાંબા સામય બાદ આમિર ખાનની આ ફિલ્મે એટલું નિરાશાજનક પ્રદર્શન કર્યું. 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની કુલ કમાણી 151.19 કરોડ રૂપિયા કરી.
સલમાન ખાન 'રેસ 3'
સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3'માં એક્શન સાથે ગ્લેમર પણ જોવા મળ્યું પરંતુ ફિલ્મની કહાણી, નિર્દેશને બધાને નિરાશ કર્યા. 'રેસ 3'માં સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર, જૈકલીન ફર્નાંડિસ, ડેઝી શાહ, સાકિબ સલીમ જેવા કલાકાર જોવા મળ્યા હતા. 'રેસ 3'ના ટ્રેલરને પહેલાં દર્શકોએ નકારી કાઢ્યું હતું અને ફિલ્મની બોક્સ ઓફિસ પર ખરાબ હાલત થઇ. 'રેસ 3'ની કુલ કમાણી 166.40 કરોડ રૂપિયા થઇ હતી.
તમને જણાવી દઇએ આ વર્ષે રણવીર સિંહની ફિલ્મ 'પદ્માવત' અને રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ' પણ રિલીઝ થઇ હતી જેણે બોક્સ ઓફિસ પર ધુંધાધાર કમાણી કરી હતી. ફિલ્મની કહાની સાથે-સાથે નિર્દેશન અને કલાકારોના અભિનયને પણ દર્શકોએ આવકાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે