શ્રીરામ લાગુને શ્રદ્ધાંજલિ આપવામાં માધુરીએ માર્યો લોચો! જબરદસ્ત ટ્રોલ થઈ

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુ (Shriram Lagoo) નું 92 વર્ષની વયે 17 ડિસેમ્બરના રોજ પુણેમાં નિધન થઈ ગયું હતું. અનેક કલાકારોએ શ્રીરામ લાગુને પોત પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ માધુરી દીક્ષિત (Madhuri Dixit)  તો શ્રદ્ધાંજલિ આપીને ટ્રોલ થઈ ગઈ.

Updated By: Dec 20, 2019, 10:16 AM IST
શ્રીરામ લાગુને શ્રદ્ધાંજલિ આપવામાં માધુરીએ માર્યો લોચો! જબરદસ્ત ટ્રોલ થઈ

નવી દિલ્હી: હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુ (Shriram Lagoo) નું 92 વર્ષની વયે 17 ડિસેમ્બરના રોજ પુણેમાં નિધન થઈ ગયું હતું. અનેક કલાકારોએ શ્રીરામ લાગુને પોત પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ માધુરી દીક્ષિત (Madhuri Dixit)  તો શ્રદ્ધાંજલિ આપીને ટ્રોલ થઈ ગઈ. વાત જાણે એમ છે કે માધુરીએ શ્રીરામ લાગુના નિધનના બે દિવસ બાદ એટલે કે 19 ડિસેમ્બરે શ્રદ્ધાંજલિ આપી. તેણે ટ્વીટર પર લખ્યું કે હાલ જ સાંભળ્યું કે અભિનેતા શ્રીરામ લાગુજીનું નિધન થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ત્યારબાદ તો જાણે સોશિયલ મીડિયામાં માધુરીને ટ્રોલ કરતી ટ્વીટનો સેલાબ આવી ગયો. 

એક યૂઝરે લખ્યું કે તમે ખુબ ધીમા છો મેમ, તો એક યૂઝરે લખ્યું કે ત્રીજા દિવસે ખબર પડી. એક યૂઝરે જો કે માધુરીને સપોર્ટ કરતા લખ્યું કે તેઓ ખુબ વ્યસ્ત રહે છે અને સાતેય દિવસ 24 કલાક ટ્વીટર પર ઉપલબ્ધ રહી શકતા નથી. મોટા ભાગના યૂઝર્સ આ ટ્વીટર પર શ્રીરામ લાગુને શ્રદ્ધાંજલિ આપતા નજરે ચડ્યાં. 

અત્રે જણાવવાનું કે શ્રીરામ લાગુના નિધન પર ઋષિ કપૂરે લખ્યું હતું કે - શ્રદ્ધાંજલિ, સહજ કલાકારોમાં સામેલ ડો.શ્રીરામ લાગુ આપણને છોડીને જતા રહ્યાં. તેમણે અનેક ફિલ્મો કરી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે છેલ્લા 25-30 વર્ષોથી તેમની સાથે કામ કરવાની તક ન મળી. તેઓ પુણેમાં રિટાયર્ડ જીવન ગાળતા હતાં. ડો.સાહેબને ખુબ પ્રેમ.

જુઓ LIVE TV

નોંધનીય છે કે શ્રીરામ લાગુ એક એવા વ્યક્તિ હતાં કે જેમણે 42 વર્ષની વયે તેઓ વ્યવસાયે નાક, કાન ગળાના સર્જન હતાં પરંતુ છતાં અભિનય પ્રત્યે પ્રેમ હોવાના કારણે એક્ટિગને જ વ્યવસાય બનાવી લીધો હતો. બાળપણથી તેમને અભિનયનો શોખ હતો. અભ્યાસમાં પણ તેઓ સારા હતાં. તેમણે મિડિકલ વિષય પસંદ કર્યો પરંતુ સાથે સાથે અભિનય પણ કરતા રહ્યાં. તેમણે ફિલ્મો ઉપરાંત 20 મરાઠી નાટકોનું નિર્દેશન પણ કર્યું છે. 80 અને 90ના દાયકામાં ડો.લાગુ ફિલ્મોના જાણીતા ચહેરા બની ગયા હતાં. શ્રીરામ લાગુએ પોતાની કારકિર્દીમાં 100થી વધુ હિન્દી અને 40થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. 

અભિનેતા નસીરુદ્દીન શાહે એકવાર કહ્યું હતું કે શ્રીરામ લાગુની આત્મકથા 'લમાણ' કોઈ પણ અભિનેતા માટે 'બાઈબલ'ની જેમ છે. નટસમ્રાટ નાટકમાં તેમણે ગણપત બેલવલકરની ભૂમિકા ભજવી હતી. જે ખુબ જ કપરી ગણાય છે. આ રોલને જે પણ થિયેટર કલાકારે કર્યો તે બીમાર પડી ગયો. ડો. શ્રીરામ લાગુ પણ આ ભૂમિકા ભજવ્યાં બાદ બીમાર પડ્યા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube