CAA Protest LIVE: પ્રદર્શનકારીઓની જામા મસ્જિદથી જંતર મંતર સુધી કૂચ, કોંગ્રેસ નેતા શોએબ ઈકબાલ પણ સામેલ

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ આજે ફરીથી દિલ્હીમાં એક મોટું વિરોધ પ્રદર્શન (Protest) થાય તેવી આશંકા છે. વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે પોલીસ અને વહીવટી તંત્રે સુરક્ષા અગમચેતી પગલાં ભર્યા છે. 

CAA Protest LIVE: પ્રદર્શનકારીઓની જામા મસ્જિદથી જંતર મંતર સુધી કૂચ, કોંગ્રેસ નેતા શોએબ ઈકબાલ પણ સામેલ

નવી દિલ્હી:  દિલ્હી (Delhi) માં  Iગુરુવારે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ થયેલા પ્રદર્શનો બાદ દિલ્હી પોલીસ એકદમ સતર્કતા વર્તી રહી છે. ઉત્તર પૂર્વ દિલ્હીના 12 પોલીસ સ્ટેશનની હદના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો કે પોલીસે એમ પણ કહ્યું કે જૂની દિલ્હી અને જામા મસ્જિદની આસપાસ કલમ 144 લાગુ નથી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં પોલીસ પાંચ ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. પોલીસ વિસ્તારોમાં સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. અને સોશિયલ એકાઉન્ટ્સ ઉપર પણ નજર રાખી રહી છે. 

પોલીસે નથી આપી મંજૂરી
જામા મસ્જિદ પર વિરોધ બાદ ભીડે અહીંથી જ જંતર મંતર સુધી પગપાળા કૂચ શરૂ કરી દીધી. પરંતુ પોલીસે તેમને મંજૂરી આપી નથી. દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને કૂચ તો કરવા દે છે પરંતુ સતત તેમની સાથે સાથે છે. પોલીસ કોઈ કડક કાર્યવાહી કરવા માંગતી નથી. માર્ચના રસ્તે પોલીસ ડ્રોન દ્વારા નજર રાખી રહી છે. જામા મસ્જિદ પર વિરોધ બાદ ભીડે અહીંથી જ જંતર મંતર સુધી પગપાળા કૂચ શરૂ કરી દીધી. પરંતુ પોલીસે તેમને મંજૂરી આપી નથી. દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને કૂચ તો કરવા દે છે પરંતુ સતત તેમની સાથે સાથે છે. પોલીસ કોઈ કડક કાર્યવાહી કરવા માંગતી નથી. માર્ચના રસ્તે પોલીસ ડ્રોન દ્વારા નજર રાખી રહી છે. લોકો કૂચ કરીને આગળ વધ્યા હોવા છતાં જામા મસ્જિદ બહાર હજુ પણ કેટલાક લોકો વિરોધ પ્રદર્શન તો કરી જ રહ્યાં છે. 

— ANI (@ANI) December 20, 2019

જામા મસ્જિદથી જંતર મંતર સુધી પગપાળા કૂચ
જામા મસ્જિદ પર ભેગા થયેલા લોકોએ અહીંથી જંતર મંતર સુધી પગપાળા કૂચ શરૂ કરી દીધી છે. જો કે પોલીસે તેની પરવાનગી આપી નથી. કોંગ્રેસના નેતા શોએબ ઈકબાલ, ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ માર્ચમાં સામેલ છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ધારાસભ્ય તથા કોંગ્રેસના નેતા અલકા લામ્બા પણ ત્યાં પહોંચ્યાં. જામા મસ્જિદના ડ્રોન કેમેરાથી વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ  લોકોને સમજાવી રહ્યાં છે જેથી કરીને હાલાત કાબુમાં રહે. 

— ANI (@ANI) December 20, 2019

જામા મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
દિલ્હીની જામા મસ્જિદ બહાર ભેગા થયેલા લોકો નાગરિકતા કાયદાનો વિરોધ પ્રદર્શન કર્યો. પ્રદર્શનમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર પણ હાજર હતાં.. જુમ્માની નમાજ પઢવા માટે ભેગા થયેલા લોકો બપોરે એક વાગ્યા પછી વિરોધ કરવાનો શરૂ કરી દીધો. જામા મસ્જિદના ગેટ સંખ્યા 1ની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને નારેબાજી કરવા લાગ્યાં. અહીં ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પહોંચી ગયા અને ત્યાર બાદ ભીડે નારેબાજી કરવાની શરૂ કરી દીધી. ચંદ્રશેખર પોતાના હાથમાં ભારતના બંધારણની કોપી લઈને ફરતા જોવા મળ્યાં. 

— ANI (@ANI) December 20, 2019

દિલ્હી મેટ્રોએ ચાવડી બજાર, લાલ કિલ્લા અને જામા મસ્જિદ સ્ટેશનોના ગેટ બંધ કર્યા છે. આ સ્ટેશનો પર ટ્રેન થોભશે નહીં. આ ઉપરાંત કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શર્મિષ્ઠા મુખરજી અને અન્ય કાર્યકરો ગૃહ મંત્રી અમિત શાહના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. પોલીસે તેમની અટકાયત કરી. 

વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે પોલીસ અને વહીવટી તંત્રે સુરક્ષા અગમચેતી પગલાં ભર્યા છે. દિલ્હી મેટ્રોએ સુરક્ષા કારણોસર શુક્રવારે સવારે બે સ્ટેશનો જામિયા મિલિયા ઈસ્લામિયા, જસૌલા વિહાર શાહીન બાગને બંધ કરી દીધા છે. સીલમપુરમાં પોલીસની 10 વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે.  દિલ્હી પોલીસે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી. ચંદ્રશેખરે જામા મસ્જિદથી જંતર મંતર સુધી કૂચ કરવાની મંજૂરી માંગી હતી. 

— ANI (@ANI) December 20, 2019

યુપીના અનેક શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ
આ બાજુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ અનેક જિલ્લાઓમાં સુરક્ષા એકદમ ચુસ્ત કરી દેવાઈ છે. કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. યુપીની રાજધાની લખનઉ (Lucknow) માં ઈન્ટરનેટ (Internet) સેવા અને એસએમએસ સર્વિસ બંધ કરાઈ છે. ઈન્ટરનેટ અને એસએમએસ પર 21 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધી રોક લગાવવામાં આવી છે. 

ગાઝિયાબાદમાં ગુરુવાર રાત 10 વાગ્યાથી શુક્રવાર રાત 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. મથુરામાં આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા બંધ  કરાઈ છે. આગરામાં ગુરુવાર રાત 12 વાગ્યાથી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. બરેલીમાં 19 ડિસેમ્બર 2019ની રાત 11 વાગ્યાથી 21 ડિસેમ્બર 2019ની સવારે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. આ ઉપરાંત અલીગઢ, મઉ, મુઝફ્ફરનગર, સહારનપુર, સંભલ સિટી વિસ્તાર, મેરઠમાં પણ બંધ કરાઈ છે. 

3 યુનિવર્સિટીઓમાં પરીક્ષા સ્થગિત
ઉત્તર પ્રદેશની 3 યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ હાલ સ્થગિત કરાઈ છે. જેમાં અલાહાબાદ યુનિવર્સિટી, લખનઉ યુનિવર્સિટી, બુંદેલખંડ યુનિવર્સિટી સામેલ છે. અલાહાબાદ જિલ્લામાં નર્સરીથી ઈન્ટરમીડિએટ સુધીની શાળાઓમાં શનિવાર સુધી રજાઓ જાહેર કરાઈ છે. 

જુઓ LIVE TV

વારાણસી જિલ્લા વહીવટીતંત્રની અપીલ
વારાણસી જિલ્લા વહીવટી તંત્રે જુમ્માની નમાજના દિવસે જનહિતમાં અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્રે કહ્યું છે કે તમામ મસ્જિદોના સન્માનિત ઈમામ સાહેબ પોત પોતાની મસ્જિદોમાં કોઈ પણ ધાર્મિક ભાવના ભડકવા ન દે. નમાજ દરમિયાન એવી કોઈ વાત ન કરે જેનાથી ભાવનાઓ ભડકે. નમાજ બાદ તમામ નમાજીઓને શાંતિપૂર્વક પોત પોતાના ઘરોમાં પાછા ફરવા અપીલ કરે. કોઈ પણ રસ્તાઓ, ચાર રસ્તા, ગલીઓમાં ઊભા ન રહે તેવું જણાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news