ઘોર કળિયુગ! એક આધેડ, બે સગીર અને બે યુવાનોએ સગીરા પર 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લઈ લીધા છે.

ઘોર કળિયુગ! એક આધેડ, બે સગીર અને બે યુવાનોએ સગીરા પર 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

ઝી બ્યુરો/ભરૂચ: અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે એક આધેડ, બે સગીર અને બે યુવા દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી પાંચેય આરોપીઓએ એક વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરાને ધમકાવી એક વર્ષમાં પાંચેય આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે પીડિતાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. 

સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લઈ લીધા છે. પીડિત સગીરા અને આરોપીઓનું તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news