અમદાવાદ: દારૂની મહેફીલ માણતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા

જીત ઠકરાર નામનો યુવક નિલમણી એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને આ મકાનમાં વિદેશ રહેલાત મિત્ર દિનશ બલદાણીયાનું હોવાનું સામે આવ્યું છે. ન્યૂ યર પહેલા જ આ મિત્રોને બોલાવી ગુરૂકુલ આ મકાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ketan Panchal - | Updated: Dec 28, 2018, 04:57 PM IST
અમદાવાદ: દારૂની મહેફીલ માણતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના ગુરૂકુલ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ દોરૂની મહેફિલ માણતા વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. 6 ઇસમો દારૂ પીધેલી હાલતમાં ઘરમાં ચિચિયારીઓ પાડતા હોવાનો મેસેજ વસ્ત્રાપુર પોલીસને મળતા નિલમણી એપાર્ટમેન્ટના એક મકાનમાં રેડ કરી હતી. 

વધુમાં વાંચો: ગરમ તેલમાં હાથ નંખાવીને મહિલાને સતના પારખા કરાવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર જીત ઠકરાર નામનો યુવક નિલમણી એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને આ મકાનમાં વિદેશ રહેલાત મિત્ર દિનશ બલદાણીયાનું હોવાનું સામે આવ્યું છે. ન્યૂ યર પહેલા જ આ મિત્રોને બોલાવી ગુરૂકુલ આ મકાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે નચામાં ચૂર થયેલા આ વિદ્યાર્થીઓ ચિચિયારીઓ પાડતા હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

વધુમાં વાંચો: અલ્પેશની ક્રાઇમ કુંડળી: માથા પર લાગી છે 9 પોલીસ કેસની કાળી ટીલી

આ માહિતીના આધારે પોલીસે નિલમણી એપાર્ટમેન્ટમાં આ વિદ્યાર્થીઓના મકાન પર રેડ પાડી હતી. ત્યાં પોલીસે 6 આરોપીઓ પાસેથી બે દારૂની બોટલો પણ કબ્જે કરી હતી. પોલીસ ગિરફતમાં રહેલા આ તમામ આરોપીઓ મૂળ ગીર સોમનાથના અને એક યુવક જૂનાગઢનો રહેવાસી છે. હાલ અભ્યાસ અર્થે અમદાવાદમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

1. જીત ઠકરાર, 2. મિલન જેઠવા, 3. શ્યામ અઘેરા, 4. વિજય સુંદરવા, 5. માનવ બોરીચા, 6. રાજ સિંગળા

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...