સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળી પડતા 7 લોકોના મોત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્રેક બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે દ્વારકા, જામનગર અને બોટાદમાં ભારે વરસાદની સાથે વીજળી પળતા કુલ 5 લોકોના મોત થયા છે.
સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળી પડતા 7 લોકોના મોત

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્રેક બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે દ્વારકા, જામનગર અને બોટાદમાં ભારે વરસાદની સાથે વીજળી પળતા કુલ 5 લોકોના મોત થયા છે.

દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દ્વારાકામાં ગાજવીજ સાથે પડી રહેલા વરસાદમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. ખંભાળીયાના વિરમદ ગામે વીજળી પડતા 42 વર્ષીય મહિલા અને 20 વર્ષયી યુવતીનું મોત થયું છે. જ્યારે વીજળી પડવાના કારણે 2 લોકો ઘાયલ થયા છે તેમને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં બપોરના સમયે ભારે પવન વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, વરસાદી વીજળીએ માતા-પુત્રનો ભોગ લીધો છે. લીધોલાલપુર તાલુકાના રક્કા ગામે વાડીમાં વાડીમાં કામ કરતા માતા પુત્ર પર વીજળી ત્રાટકી હતી. માતા અને પુત્ર પર વીજળી પડતા બંનેના મોત નિપજ્યા છે.

તો બીજી તરફ બોટાદ જિલ્લા વીજળી પડતા 3 લોકોના મોત થયા છે. બોટાદના લાઠીદડ અને નવીસરવઈ ગામે વીજળી પડતા 3ના મોત થયા છે. લાઠીદળ ગામે સિમ વિસ્તારમાં કામ કરતા 60 વર્ષીય આધેડ તેમજ 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બીજી તરફ સરવઈ ગામે પણ સિમ વિસ્તારમાં વજળી પડતા 17 વર્ષીય યુવતીનું મોત થયું છે. આ ત્રણેય મૃતકોને પીએમ અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news