બોટાદના બરવાળામાંથી મળી અજાણ્યા પુરૂષની લાશ, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

બોટાદમાં એજાણ્યા પુરૂષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને ઘટના સ્થળે પહોંચી લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પુરૂષની હત્યા થઈ છે કે, આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. લાશના પીએમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

Updated By: Jun 30, 2020, 04:44 PM IST
બોટાદના બરવાળામાંથી મળી અજાણ્યા પુરૂષની લાશ, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

રઘુવીર મકવાણા, બોટાદ: બોટાદમાં એજાણ્યા પુરૂષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને ઘટના સ્થળે પહોંચી લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પુરૂષની હત્યા થઈ છે કે, આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. લાશના પીએમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો:- ગાજવીજ સાથે રાજકોટ મેઘરાજની પધરામણી, ઠેર-ઠેર પાણી ફરી વળ્યા

બોટાદના બરવાળાની ઉતાવળી નદીમાંથી કોહવાય ગયેલી હાલતમાં અજાણ્યાં પુરૂષની લાશ મળી આવી છે. અંદાજે 35થી 40 વર્ષની વયનો પુરૂષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા બરવાળા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, પુરૂષની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે અંગે હજુ પણ રહસ્ય અકબંદ છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ લાશના પીએમ રિપોર્ટ બાદ વધુ વિગત સામે આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube