ગુજરાતમાં UCC લાગુ કરવાને લઈને મોટી જાહેરાત, જાણો પુરષોત્તમ રૂપાલાએ શું આપ્યું નિવેદન?
Uniform Civil Code: રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાતમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે.
Trending Photos
અર્પણ કાયદાવાદ/ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારની કેબિનેટમાં લેવાયેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટમાં લેવાયેલા યુનિફોર્મ સિવિલ કોડમામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે.
આ અવસરે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, અમે રામ મંદિરના નારા લગાવતા મોટા થયા હતા. કલમ 370ની વાત કરતા હતા. પરંતુ અમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હતા. હું રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીને ખાસ અભિનંદન આપું છું. ક્રિમિનલ બાબતોમાં કોઈ અલગ કાયદો હોતો નથી, પણ મિલ્કત વહેંચણી અને અન્ય બાબતોમાં અલગ અલગ નિયમો હોવાથી અનેક વિવાદો થતા આવ્યા છે.
રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022
રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાતમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે.
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારની શરૂઆત થઇ ત્યારથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા આવ્યા છીએ. જેનો અમલ અને પરિણામ ધીમે ધીમે જોતા આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ લાવવાથી દરેકને એક સમાન અધિકાર મળશે. રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે. જેમાં મિનિમમ 4 સભ્યો હશે. મુખ્યમંત્રી તેની જાહેરાત કરશે. એ સમયે સમયમર્યાદા પણ જાહેર કરવામાં આવશે.
Gujarat government is likely to move a proposal to constitute a committee, just like in Uttarakhand, under a retired High Court judge, to evaluate all aspects of implementing the Uniform Civil Code in the state: Sources
— ANI (@ANI) October 29, 2022
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ એને મોંઘવારી સાથે જોડતી હોય તો એ એમનો પ્રશ્ન છે. અમે લોકોનું આ મુદ્દે ધ્યાન ખેંચવા માગીએ છીએ. એટલે અમે આની વાત કરીએ છીએ. ચૂંટણીની જાહેરાત પહેલા કમિટીની જાહેરાત કરી હતી. UCC લાવવાનો મૂળ હેતુ સિવિલ ડિસ્પ્યુટ દૂર કરવાનો છે. આ કાયદાથી બંધારણે આપેલા હક છીનવાશે નહીં. UCC ના હોવાથી સિવિલ ડિસ્પ્યુટમાં ધર્મ આધારિત જે ભેદભાવ થાય છે એને દૂર કરવા માટેનો હેતુ છે. કમિટી જે અભિપ્રાય આપશે એના આધારે સરકાર અમલ કરવા કટિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે