હળાહળ કળયુગ! સગા ભાઈ અને પિતાએ સગીરા પર કર્યો બળાત્કાર, ગર્ભવતી બનતાં ખૂલી પોલ

સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પિતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. હળાહળ કળિયુગની પરાકાષ્ઠા એવી કે ભાઈ – પિતા અને એક ઈસમ એમ ત્રણેય મળીને સગીર દિકરીને વાસનાનો ભોગ બનાવી છે.

હળાહળ કળયુગ! સગા ભાઈ અને પિતાએ સગીરા પર કર્યો બળાત્કાર, ગર્ભવતી બનતાં ખૂલી પોલ

ઝી બ્યુરો/સાબરકાંઠા: પિતા પુત્રી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જેમાં સગીર દિકરીને ગર્ભવતી બનતા માતાએ સગા પીતા-ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઈ છે. સગા પિતાએ દીકરીને વાસનાનો ભોગ બનાવી ગર્ભવતી કરી. સાબરકાંઠાના તલોદમાં પુત્રી પર દુષ્કર્મ કરવા બદલ તેના ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કળિયુગમાં પિતા-પુત્રી અને ભાઈ-બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જેમાં સગીર દિકરી ગર્ભવતી બનતા માતાએ સગા પિતા ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઈ છે.

તલોદમાં સગીર પર દુષ્કર્મ
સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પિતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. હળાહળ કળિયુગની પરાકાષ્ઠા એવી કે ભાઈ – પિતા અને એક ઈસમ એમ ત્રણેય મળીને સગીર દિકરીને વાસનાનો ભોગ બનાવી છે. ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દિકરી ને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ને શારીરિક અડપલાં અને બળજબરી પુર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે ભાઈ બહેન અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવતા આ ત્રણેય આરોપીઓને આકરી સજા મળે તેવી માંગ પણ ઉઠી છે.

  • હળાહળ કળયુગની પરાકાષ્ઠા
  • ભાઈ, પિતા અને એક શખ્સે સગીરા પર કર્યો બળાત્કાર
  • માતાએ નોંધાવી ફરિયાદ

અ'વાદમાં પ્રવેશતા જ થશે ઈટલી અને સ્પેન જેવો અનુભવ; આ 7 જગ્યાએ બનશે સિટી એન્ટ્રી ગેટ

લોહીના સંબંધો લજવાયા
તલોદ શહેરમાં એક પર પ્રાંતિય પરિવાર રહેતો હતો. આ પરિવારમાં પિતા અને પુત્ર અને એક ઈસમે સગીર દિકરી પર ખરાબ નજર રાખી શારિરીક અડપલા શરૂ કર્યા હતા. આ ત્રણેય શખ્સ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરી પુર્વક બળાત્કાર ગુજારો હતો. આ ઉપરાંત સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ દિકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દિકરીના પિતા તેનો સગીર ભાઈ અને અન્ય એક ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી. 

પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા છે પોલીસે સગીર દિકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે પિતા અને અન્ય એક ઈસમનું પણ આજે મેડિકલ અર્થે હિંમતનગર સિવિલ ખાતે લવાયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ તલોદ સહિત જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસે પિતા, ભાઈ અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી તમામની અટકાયત કરતા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news