ગુજરાતના આ સ્વામિનારણ મંદિરમાં મોટી બબાલ! જમીન પર પટકાતા એક ભક્તનું કરૂણ મોત

સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે.

ગુજરાતના આ સ્વામિનારણ મંદિરમાં મોટી બબાલ! જમીન પર પટકાતા એક ભક્તનું કરૂણ મોત

ઝી બ્યુરો/વડોદરા: વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવા મામલે બબાલ થઈ હતી. આ બબાલમાં મંદિરના પૂજારી દિનેશ પરસોત્તમ પરમારનું મૃત્યુ થયું છે. જી હા, મંદિરના સબ કમિટીના સભ્ય અને ગામ લોકો વચ્ચે થયેલી બબાલમાં પૂજારીના મૃત્યુથી હડકંપ મચી ગયો હતો. 

મંદિર બહારના દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર સહિત 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. બબાલ કરનારા લોકોએ મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન ACP ડીજે ચાવડાએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. પૂજારીના મોત અંગે હાલ તપાસ શરૂ હોવાનું જણાવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી થશે.

આ સમગ્ર મામલો શું છે જો તેની વાત કરીએ તો, આ વડતાલ સંસ્થાની જગ્યા છે અને મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા જ કરી રહી છે. જો કે, દિનેશ મિસ્ત્રી નામના હરીભક્ત મંદિરમાં આવીને પૂજા કરતા હતા અને મંદિરમાં દખલગીરી કરતા હતા. તેમને પૂજા કરવાનો અધિકાર ન આપ્યો હોવા છતાં તેઓ પૂજા કરતાં હતા. જો કે, મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર મૃતક પૂજારી દિનેશ પરમારને જ હતો. 

દિનેશ મિસ્ત્રી અને તેમના સમર્થકો પોતાના બાપ દાદાની મિલકત હોવાનું કહી મંદિરના વહીવટમાં દખલગીરી કરતાં હતું. દિનેશ મિસ્ત્રી અને તેમના પરિવારના સભ્યો તાળા બદલવાની પ્રક્રિયા સમયે મંદિરમાં જ ઉપસ્થિત હતા. તે જ સમયે બબાલ ઉગ્ર બની અને પૂજારીનું મૃત્યુ થયું. એક વર્ષ પહેલાં પણ મંદિરના જમીન વિવાદ મામલે બબાલ થઈ હતી અને ત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news