અમદાવાદની AMTSનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ

135 બસ AMCની માલિકીની અને 606 ખાનગી કોન્ટ્રકટરને પધરાવેલી AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. 481.98 કરોડના બજેટ સાથે જાહેર થયેલા ડ્રાફટ બજેટને આગામી દિવસમાં સુધારા વધારા સાથે જાહેર કરવામાં આવશે.

અમદાવાદની AMTSનું 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ

અર્પણ કાયદાવાદા, અમદાવાદ: અમદાવાદની લાલ બસ તરીકે ઓળખાતી AMTS ની બસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. રેવન્યુ બજેટ 472 કરોડ અને કેપિટલ બજેટ 9.68 કરોડ એમ કુલ 481 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કરાયું છે. આગામી દિવસમાં સુધારા વધારા સાથે બજેટ રજૂ કરાશે.

135 બસ AMCની માલિકીની અને 606 ખાનગી કોન્ટ્રકટરને પધરાવેલી AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. 481.98 કરોડના બજેટ સાથે જાહેર થયેલા ડ્રાફટ બજેટને આગામી દિવસમાં સુધારા વધારા સાથે જાહેર કરવામાં આવશે. બજેટમાં AMTS બસ ઉપરાંત બસના ચાલકોને તાલીમ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

ડ્રાફ્ટ બજેટમાં જાહેર તહેવાર અને રવિવારના રોજ પ્રવાસીઓની ઓછી સંખ્યાને અનુલક્ષીને 675 AMTS બસ દોડાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. બજેટમાં નોંધનીય બાબત એ સામે આવી કે વર્ષ 2018 કરતા AMTSમાં મુસાફરોની સંખ્યા વધી છે. વર્ષ 2019માં પોલીસના સહયોગથી AMTS બસના ચાલકોને તાલીમ આપવા અને તે માટે પોલીસ સાથે સમનવ્ય સાધવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

481 કરોડના બજેટ બાદ પણ મોટાભાગની બસ બહારથી સ્વચ્છ અને રોડ પર ચકલાવવા લાયક લાગે છે. જે વાસ્તવમાં લોકો માટે ક્યારે ઉત્તમ પબ્લિક ટ્રાન્સપોટેશનની સુવિધા બનશે તે AMC જ જાણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news