દાણચોરોએ તો હદ કરી! અંડર ગારમેન્ટ, ડાયપર, સેનેટરી પેડ અને સોનાની દાળમાં કરોડોનું સોનું ઘૂસાડ્યું, પણ....

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનાની દાળ ચોરી કરતા આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ દુબઈ એરપોર્ટ પરથી વિમાન મારફતે મુંબઈ એરપોર્ટ આવતા. ત્યાંથી ટ્રેન મારફતે સુરત અને બસ મારફતે અમદાવાદ સુધી પહોંચતા હતા.

દાણચોરોએ તો હદ કરી! અંડર ગારમેન્ટ, ડાયપર, સેનેટરી પેડ અને સોનાની દાળમાં કરોડોનું સોનું ઘૂસાડ્યું, પણ....

મૌલિક ધામેચા/અમદાવાદ: દુબઈથી સોનાની દાણ ચોરી કરી અમદાવાદમાં જવેલર્સ સુધી પહોંચાડી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે જ્વેલર્સ સહિત ચારની ધરપકડ કરી છે. કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે 2021 થી આ દાણચોરીનું રેકેટ ચાલતું હતું. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ ચાર આરોપીના નામ જયેશ સોની તેની પત્ની શીલા સોની, જીગર રાઠોડ અને કેતન સોની છે. આ આરોપીઓ વર્ષ 2021થી સોનાના દાણચોરીનું સુનિયોજીત રેકેટ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી આરોપીઓએ પાંચથી વધુ વખત સોનાની દાણચોરી કરી અંદાજિત 3 કરોડથી વધુનું સોનું દેશમાં ઘુસાડ્યું હતુ. જોકે પોલીસ તપાસમાં ચેતન ચૌધરી નામનો એક આરોપી ફરાર છે. જે દુબઈમાં સોનાને પાવડરમાં મિક્સ કરી જયેશ અને તેની પત્ની શીલાને આપતો હતો. બાદમાં તે સોનું અંડર ગારમેન્ટ, બાળકોના ડાયપર, સેનેટરી પેડમાં છુપાવી દેશમાં લાવતા હતા. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનાની દાળ ચોરી કરતા આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ દુબઈ એરપોર્ટ પરથી વિમાન મારફતે મુંબઈ એરપોર્ટ આવતા. ત્યાંથી ટ્રેન મારફતે સુરત અને બસ મારફતે અમદાવાદ સુધી પહોંચતા હતા. સાથે જ આ રેકેટ ચલાવનાર જીગર રાઠોડ અને કેતન સોની જયેશ અને શીલાની દુબઈ ટુરનો તમામ ખર્ચો તથા એક ટ્રિપના 25000 રૂપિયા આપતા હતા અને દુબઈમાં રહેલો કેતન ચૌધરી હોટલ પર જઈ સોનુ પહોંચાડતો હતો. જે બાદમાં દેશમાં સ્મગલિંગ કરવામાં આવતું હતું. સોનુ અમદાવાદ પહોંચ્યા બાદ જીગર અને કેતન તેને મેળવી ગાળી દેતા હતા. જેથી ફરી વખત તે સોનાની લગડી બનાવી શકે. 

વર્ષ 2021ના અંતથી શરૂ થયેલું આ રેકેટ બે વર્ષથી બે રોકટોક ચાલી રહ્યું છે. જેથી પોલીસને શંકા છે કે મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે. જેથી આ કેસમાં કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે આ વખતે શીલા અને તેના પતિ જયેશને દુબઈ ટુરનો ખર્ચો જીગર તથા કેતાને આપ્યો ન હતો. માટે તેમની વચ્ચે ટકરાર થતા મામલો સામે આવ્યો. જોકે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news