જુનાગઢ: માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત

જુનાગઢમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે. માણાવદર નજીક ખારા ચેક ડેમ પાસે આ ઘટના બની છે. જો કે, યુવકનું ચેક ડેમમાં ડુબી જતા આસપાસના સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહને ચેક ડેમમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Updated By: Jul 22, 2020, 10:21 PM IST
જુનાગઢ: માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત

સાગર ઠાકર, જુનાગઢ: જુનાગઢમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે. માણાવદર નજીક ખારા ચેક ડેમ પાસે આ ઘટના બની છે. જો કે, યુવકનું ચેક ડેમમાં ડુબી જતા આસપાસના સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહને ચેક ડેમમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:- કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

જુનાગઢના માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે. કોઠારીયા ગામના સરમણ રાજા મકવાણા નામના વ્યક્તિનું ડુબી જવાથી મોત નીપજ્યું છે. મીતડી અને કોઠારીયા ગામની વચ્ચે આવેલા ખારા ચેક ડેમમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપ્યું છે. જો કે ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોને સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી.

આ પણ વાંચો:- રાજકોટ ડેરીની 14 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર, 450 જેટલા મતદારો મતદાન કરશે

જો કે ઘટનાની જાણ થતા માણાવદર મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે થોડા દિવસો અગાઉ પણ એક યુવાન ચેક ડેમમાં ન્હાવા ગયો હતો અને તેનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. હાલ ચોમાચાનો સમય હોય, જળસ્ત્રોતોમાં પાણીની આવક હોય, લોકોને સાવચેતી રાખવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube