Girnar Pilgrim Safety Online IN OUT Registration: ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અને પ્રકૃતિપ્રેમીઓનું માનીતું સ્થાન એટલે ગિરનાર. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ગિરનારની ગોદમાં આવે છે. ત્યારે આ યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગિરનાર પર્વત પર જતા તમામ યાત્રાળુઓ માટે IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.
Junagadh News: વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ ઘણીવાર લોકો જીવનભરની બચત, દાગીના અને મિલકત ગુમાવતા હોય છે. આ ઉપરાંત વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે આત્મહત્યાના બનાવો પણ સામે આવતા હોય છે. જૂનાગઢમાં એક દિલ હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે.
Junagadh News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થાય તે પહેલા જ રાજકીય પાર્ટીઓએ પોતાની સોગઠાબાજી તેજ કરી દીધી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં સમીકરણો રસપ્રદ બન્યા છે, જ્યાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પડવાની ભીતિ વચ્ચે પ્રદેશ નેતૃત્વ હરકતમાં આવ્યું છે.
વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી છે. કીર્તિ પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી છે. જૂનાગઢ પહોંચતા જ કીર્તિ પટેલને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. સમગ્ર મામલે મીડિયાને દૂર રાખવામાં આવી છે. ત્યારે મીડિયાને જોઈને પોલીસે ગાડી સ્પિડમાં ભગાડી હતી. નોંધનીય છે કે, જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહિલા પીઆઈએ કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી છે. તો મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ ફરિયાદ કરી છે. જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં અબજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી.
Bhavnath Mahadev Maha Shivratri Fair: જૂનાગઢમાં બુધવારથી મહાશિવરાત્રિના મેળાની શરૂઆત થવાની છે. લાખો ભક્તો જૂનાગઢ પહોંચવાના છે. તેવામાં ગુજરાત એસટી દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ હવે શિયાળામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક ઢળી પડ્યો છે અને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે.
Junagadh News: જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા સહિત શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. રવિ સિઝનમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગર દ્વારા લખાયેલા પત્રથી ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર ગંભીર આક્ષેપો કરતો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
Junagadh News:જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ₹30 લાખની ખંડણી માંગવાના ગુનાના મુખ્ય આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. આરોપી સમીર રીંગબ્લોચ હાલમાં ઇસ્ટ આફ્રિકાના કોંગો દેશમાં રહેતો હતો, પરંતુ મૂળ તે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામનો રહેવાસી છે. મુંબઈ એરપોર્ટ પર તે લુક આઉટ સર્ક્યુલર (LOC)ના આધારે પકડાયો હતો.
જૂનાગઢ MLA સંજય કોરડિયાને વોટ્સએપ ઈન્ટરનેશનલ કોલથી મળી ધમકી, આશ્રમના નામે માગ્યા 35 લાખ રુપિયા, જો નહીં આપે તો.....watch video
જૂનાગઢમાં સંતોની બેઠકમાં ખાખી મઢીના મહંત રામદાસ બાપુએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે આપણા દેશમાં બહેનો સુરક્ષિત નથી. હજુ સમય છે જાગી જાઓ, બાકી કોઈને કહેવાશે પણ નહી. વધુમાં તેમણે કહ્યું કે દેશના યુવાનો પણ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ધાર્મિક સ્થળો પર નશાની હાલતમાં યુવાઓ પડ્યા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં આપણે ઘીસીપીટી વાતો કરતા હોય છીએ...જુઓ ટકોર મારતા વધુમાં શું કહ્યું
Junagadh News:જુનાગઢમાં આગામી ત્રણ દિવસ ગિરનાર રોપ-વે બંધ રહેશે. ગિરનાર રોપ-વેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ-વે બંધ રાખવામાં આવશે. તારીખ 7 8 અને 9 ઓક્ટોબર થશે રોપવેની મેન્ટેનન્સ કામગીરી. 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરીકરાશેકાર્યરત.
આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર્યો ઢોરમાર...સ્કૂલ સંચાલકોએ એક મહિના સુધી મામલો દબાવીને રાખ્યો, વાલીએ નોંધાવી ફરિયાદ
Junagadh Police Vs Arvind Ladani : જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો માણાવદર-બાંટવા પોલીસ મથકની મિલીભગતનો આરોપ. આ બંને પોલીસ મથકો પૈસા ઉધરાવે છે તેવો કર્યો આરોપ
Gir lion duo Jay-Veeru is being kept alive: રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહ-પ્રેમી પરિમલ નથવાણીએ ગીરના પ્રસિદ્ધ સિંહો જય અને વીરુની યાદમાં એક ખાસ લોકગીત “જય-વીરુ ની જોડી” અને ડોક્યૂમેન્ટ્રી “જય-વીરુ ની અમર ગાથા” નું લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં જ અવસાન થયું છે, અને આ પ્રસ્તુતિનો ઉદ્દેશ તેમના અનન્ય બંધન અને વારસાને સન્માનિત કરવાનો છે.
Manavadar Riverfront Controversy : જૂનાગઢના માણાવદર રિવરફ્રન્ટને લઈ મામલો ગરમાયો... દિનેશ ખાટરિયાએ ગોપાલ ઈટાલિયા અને જવાહર ચાવડા પર કર્યા પ્રહાર. તેમણે કહ્યું, રિવરફ્રન્ટમાં જવાહર ચાવડાના ટેકેદારોએ પૈસા ખાધા, તો ગોપાલ માણાવદરની ચિંતા ના કરે, અહીં અરવિંદ લાડાણી છે
Junagadh News: જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષક દ્વારા જ બાળકો સાથે અડપલા કરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ જિલ્લાના ભેંસાણની માં અમર શૈક્ષિણક સંકુલમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ શાળામાં બાળકો સાથે અડપલા કરતા હોવાનો શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે.
Bharuch News: ભરૂચ GIDC ની કાંસની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરૂષના અંગોમાં મૃતકની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પરદો ઉંચકી મિત્રનું ખૂન કરી શરીરના 9 કટકા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં UP ના બીઝનૌરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે.
જુનાગઢના મન વૃદ્ધાશ્રમમાં વડીલોની અનેરી સેવા, કલિયુગમાં પણ પિયુષ આડતીયા નામનો યુવાન શ્રવણ બની કરી રહ્યો વૃધ્ધો ની સેવા, વડીલોની સેવા કરવા યુવાને પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી વિકસાવ્યું મન વૃદ્ધાશ્રમ.
જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળો યોજાઈ છે. જેમાં 56 એકર જમીનમાં આ મેળો યોજાઈ છે. આદિ શંકરાચાર્યએ શરૂ કરેલી પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું વિશેષ મહત્વ રહેલ છે...
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય પુજા વંશની પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને ધમકી આપવામાં આવી છે. ગઇકાલે ચુંટણી સભામાં અધિકારીઓ પર ચિમકી ઉચ્ચારી છે. 16 મી તારીખે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, પારદર્શકતાથી લોકો ડર વગર ચૂંટણી પૂરી કરી મતદાન કરી શકે તે વાત કરી છે.
સંતોની ભૂમિ કહેવાથી જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી અનેક જગ્યાએથી વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી.