કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 
કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ

ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી છે. ત્યારે ગાંધીગ્રામમાં કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે NSUI ને માહિતી મળતા આજે NSUI શાળા ખાતે પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવાના સરકારની સૂચનાનું પાલન કરવામાં આવ્યું ન હતું. વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. એટલું જ નહિ, શિક્ષકો માસ્ક પહેર્યા વગર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. એક વર્ગ ખંડમાં 14 વિદ્યાર્થી ઉપસ્થિત છે. તેમજ તેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું ન હતું. 

સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...

રાજકોટમાં શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવાનો મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. જ્ઞાનદીપ વિદ્યાલયના શાળા સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે. શા માટે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા તેનો 3 દિવસમાં ખુલાસો આપવા નોટિસમાં કહેવાયં છે. તો સાથે જ જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની કલમ 135 અંતર્ગત અટકાયત કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news