'સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીતર તારી બહેનને આખી રાત મારીશ'

શહેરના નારોલ વિસ્તારમાં 4 નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જોકે લગ્નના છ મહીના સુધી બંન્ને મનમેળથી રહેતા હતાં

'સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીતર તારી બહેનને આખી રાત મારીશ'

ઝી બ્યૂરો/અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. શંકાશીલ પતિ જો યુવતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે, સારા કપડા પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે બોલાચાલી ઝધડો કરીને મારઝુડ કરતો હતો. યુવતીના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Add Zee News as a Preferred Source

શહેરના નારોલ વિસ્તારમાં 4 નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જોકે લગ્નના છ મહીના સુધી બંન્ને મનમેળથી રહેતા હતાં, પરંતુ બાદમાં નાની નાની બાબતો બંન્ને વચ્ચે ઝઘડા થતા હતાં. જો યુવતી મોબાઇલમાં વીડિયો ઉતારે, સારા કપડા પહેરે, સારી રીતે તૈયાર થાય કે પછી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો પણ તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને મૃતક યુવતીના ભાઇની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. 

બનાવ અંગે વાત કરીએ તો દિવાળીનો પર્વ હોવાથી યુવતી 2જી નવેમ્બરના દિવસે તેના ભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. જો કે 4 નવેમ્બરના દિવસે બપોરના સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને મે તને અહિંયા આવવાની ના પાડેલ છે તેમ છતાં તું અહિંયા કેમ આવી છે. અને કેમ અહિયા રોકાયેલ છે. તેમ કહીને તેની સાથે મારઝુડ કરી તેને સાસરીમાં પરત લઇ ગયો હતો. બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ આરોપીએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો નહીતર તારી બહેનને આખી રાત મારીશ. જો કે ફરીયાદી ગભરાઇને તેના પત્ની અને બહેન સાથે નારોલ પહોચ્યા હતાં. જ્યાં યુવતીના સાસરિયાઓ પણ હાજર હતાં અને તેમની સાથે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં યુવતીનો પતિ તેને મારવા માટે ગયો હતો. જેથી યુવતીએ ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. 

હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીક્ષા ચલાવે છે. જ્યારે યુવતી પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર ઝઘડા પણ થતા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news