13 હજારથી વધારે વિદ્યાર્થીઓને ભણાવનારા ગણિતના નિષ્ણાંત શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર

વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી મેથ્સના જાણીતા શિક્ષકે જીવન ટુંકાવ્યુ. શિક્ષક પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને  સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હોવાનુ સામે આવ્યુ છે. શહેરના ધરણીધર વિસ્તારમાં રહેતા પાર્થ ટાંક નામે ટ્યુશન ક્લાસીસ ચલાવી વિદ્યાર્થીઓને ગણિતના ક્લાસ ચલાવતા શિક્ષકે 14માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક પાર્થ ટાંક સવારે જીમમાં જવા માટે ઘરેતી નિકળ્યા હતા. વિશાલા પાસે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું જેમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું મોત નિપજયું છે.બનાવની જાણ થતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 
13 હજારથી વધારે વિદ્યાર્થીઓને ભણાવનારા ગણિતના નિષ્ણાંત શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર

મૌલિક ધામેચા/અમદાવાદ : વાસણાના રાજયશ બિલ્ડીંગ પરથી ઝંપલાવી મેથ્સના જાણીતા શિક્ષકે જીવન ટુંકાવ્યુ. શિક્ષક પાર્થ ટાંક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને  સાઈકિયાટ્રીસ્ટ ડૉકટરની ટ્રીટમેન્ટ લેતા હોવાનુ સામે આવ્યુ છે. શહેરના ધરણીધર વિસ્તારમાં રહેતા પાર્થ ટાંક નામે ટ્યુશન ક્લાસીસ ચલાવી વિદ્યાર્થીઓને ગણિતના ક્લાસ ચલાવતા શિક્ષકે 14માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક પાર્થ ટાંક સવારે જીમમાં જવા માટે ઘરેતી નિકળ્યા હતા. વિશાલા પાસે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું જેમાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું મોત નિપજયું છે.બનાવની જાણ થતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 

વાસણા પોલીસે અકસ્માત અંગે કારણ તપાસમાં સામે આવ્યું કે પાર્થ જયંતીભાઈ ટાંક ની માનસિક સારવાર પણ ચાલતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્થ ટાંક શિક્ષકે અત્યાર સુધીમાં 13 હજાર કરતાં વધુ સ્ટુડન્ટને ભણાવ્યા હતા.અને હાલમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી રહ્યા હતા. મૃતક પાર્થ ટાંકે એક ગુજરાતી પિક્ચર પિક્ચર પણ બનાવી હતી.પાર્થ જયંતીભાઈ ટાંક ના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પાર્થ ટાંક મેથ્સના જાણીતા શિક્ષક હતા. વિદ્યાર્થીઓ તેમનું ટ્યૂશન લેવા માટે પડાપડી કરતા હતા. પાલડી ધરણીધર દેરાસર નજીક મંગળતીર્થ કોમ્પ્લેક્સમાં પાર્થભાઈના “પાર્થ ટાંક ક્લાસીસ” નામથી ટ્યુશન કલાસીસ આવેલા છે.પાર્થ ટાંકના મૃત્યુ અંગે તપાસ કરતી વાસણા પોલીસને ઘટનાના લાઇવ CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે.જેને લઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ખ્યાતનામ શિક્ષકના મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમા શુ સામે આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્થ ટાંક ગણીતમાં ખુબ જ નિષ્ણાંત હતા. તેમની ભણાવવાની સ્ટાઇલ વિદ્યાર્થીઓમાં ખાસ લોકપ્રિય હતી. તેઓ વિદ્યાર્થીઓમાં ટાંક સર તરીકે ખુબ જ પ્રખ્યાત હતા. ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય શહેરોમાંથી પણ વિદ્યાર્થી તેમની પાસે શિક્ષણ લેવા માટે આવતા હતા. જો કે પોલીસ આત્મહત્યા ઉપરાંત અન્ય દિશામાં તપાસ પણ કરી રહી છે અને ટ્યુશનની આસપાસનાં લોકો તથા પરિવારનાં લોકોની પુછપરછ કરી રહી છે. આ ઉપરાંત કોલ ડિટેઇલનાં આધારે તપાસ ચલાવવા ઉપરાંત મોબાઇલ ફોન કબ્જે કરીને વૈજ્ઞાનિક પદ્ધતીથી પણ તપાસ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news