રોજગારીની શોધમાં ગુજરાત આવ્યા'ને મળ્યું મોત! સુરતમાં નિર્માણાધિન બિલ્ડીંગમાંથી પટકાતા આધેડનું મોત

જોકે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. 

રોજગારીની શોધમાં ગુજરાત આવ્યા'ને મળ્યું મોત! સુરતમાં નિર્માણાધિન બિલ્ડીંગમાંથી પટકાતા આધેડનું મોત

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં વધુ એકનું ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા.

મૂળ ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં વતની 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. આજે શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા.

શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. 

શિવ પ્રસાદ 10 દિવસ પહેલા જ એકલા રોજગારી માટે સુરત આવ્યા હતા. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે. તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવ પ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news