યુવક

ઓનલાઇન ગેમિંગ દરમિયાન સંપર્કમાં આવ્યા, યુવકે કહ્યું હોટલનાં રૂમમાં તારી સાથે ગેમ રમવી છે ચાલ અને...

 મુંબઇની યુવતીને લગ્નની લાલચ આપીને છેલ્લા પાંચ મહિનાથી દુષ્કર્મ આચરનારા લંપટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પાંચ મહિનાથી વડોદરા, આણંદ અને ગાંધીનગરની અલગ અલગ હોટેલોમાં લઇ જઇને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.એન્જિનિયરિંગનાં વિદ્યાર્થી મેઘ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓન લાઇન ગેમ રમવા દરમિયાન યુવક અને યુવતી બંન્ને સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ લગ્નની લાલચે યુવાને વારંવાર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. 

Mar 14, 2021, 10:38 PM IST

લીવ ઇનમાં રહેતી યુવતી ગર્ભવતી થતા પ્રેમી તરછોડીને ભાગી ગયો, નંબર મિત્રોને આપતો ગયો અને...

પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લા 3 માસથી લીવ ઇનમાં રહેતા હતા. જો કે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જો કે લગ્ન પ્રુર્વે જ પ્રેમીએ તેનો ફોન અચાનક ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત ખાતેમોકલી આપવામાં આવી હતી. 

Feb 5, 2021, 11:39 PM IST
Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad PT3M11S

અમદાવાદમાં સ્યૂસાઈડ નોટ લખી યુવકની આત્મહત્યા

Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad

Sep 29, 2020, 04:00 PM IST

અમે તો ગરબા કરવાના ! યુવતીઓએ કહ્યું સરકાર પાર્ટી પ્લોટની મંજૂરી નહી આપે તો સોસાયટીમાં રમીશું

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા પણ હાલ પાર્ટી પ્લોટમાં ગરબા થશે કે કેમ તેના પર પણ હાલ સસ્પેન્સસ છે. ત્યારે શહેરનો યુવાધન અને ખાસ કરીને યુવતીઓમાં તો ખુબજ ઉત્સાહ છે અને નવરાત્રી પેહલા જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીનો લઈને હાલ સરકાર દ્વારા કોઈપણ તહેવાર ઉજવવાની મનાઈ ફરમાવાઇ છે. ત્યારે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં ધામ ધૂમથી ઉજવવામાં આવતું નવરાત્રીના પર્વ મુદ્દે અસંમંજસની સ્થિતી છે. તહેવાર પર સરકારે કાઈ જાહેર કર્યું નથી. 

Sep 15, 2020, 10:06 PM IST

લૂંટેરી દુલ્હન: લગ્ન વાંચ્છુક યુવકો ધ્યાન રાખજો, લગ્ન કર્યા બાદ પસ્તાવું ના પડે

લગ્ન વાંચ્છુક યુવકોની આંખ ઉઘાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતા યુવકને મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરવું ભારે પડ્યું. લગ્નના બીજા દિવસે જ યુવતી ઘરેણાં અને પૈસા લઈ ફરાર થઈ જતા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Aug 11, 2020, 01:20 PM IST

જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથથી એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

Jul 10, 2020, 11:37 PM IST

ઈન્સ્ટાગ્રામ પર યુવતીના નામનું ફેક ID બનાવી બીભત્સ કોમેન્ટ કરતો યુવક ઝડપાયો

અમદાવાદની એક યુવતીએ યુવક સાથે ફ્રેન્ડશીપ કરવાની  ના પાડતા યુવકે સોસીયલ મીડિયા મારફતે યુવતીને બદનામ કરવાનું ચાલુ કરી દીધું. ઘાટલોડિયામાં રહેતા વેજીટેબલ વેન્ડર યુવકે યુવતીનાં નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભસ્ત લખાણ લખી બદનામ કરવાનું શરૂ કરી દીધું. જોકે આ અંગે યુવતીને જાણ થતાં યુવતીર હિંમત દાખવી અને સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ઘાટલોડિયામાં રહેતા યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Jul 8, 2020, 11:45 PM IST

સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Jul 4, 2020, 06:52 PM IST

પ્રેમ કહાની: કોરોના પોઝિટિવ યુવતી સાથે લગ્ન કરવા યુવકે કર્યું કંઇક આવું...

ક્યારેક ક્યારેક લોકોની એવી પ્રેમ કહાની સામે આવતી હોય છે જે કહાની ફિલ્મોની પ્રેમ કહાનીને પણ આંટી મારે એવી હોય છે. અમદાવાદના વેજલપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક યુવતી કોરોના પોઝિટિવ આવતા જ તેનો પરિવાર હોમ ક્વોરોન્ટાઇન થયો હતો. આ દરમિયાનમાં એક યુવક કે જે યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો તે ઘરે પહોંચી ગયો. યુવતીના પરિવારે ત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને ધમકી આપી હતી કે લગ્ન નહિ કરાવો તો તે હાથની નસ કાપીને આપઘાત કરી લેશે.

Jul 1, 2020, 10:15 PM IST

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.

Jun 22, 2020, 01:40 PM IST
A Man Caused A Commotion In Yogi Park of Rajkot PT4M26S
Untouchability With Scheduled Caste Youth In Botad PT5M31S

બોટાદ: અનુસૂચિત જાતિના યુવક સાથે અસ્પૃશ્યતાભર્યું વર્તન

જ્ઞાતિ વિષે હડધુત કરી આભડછેટનો વિડિયો વાયરલ થયા મામલે સમઢીયાળા નં-1 ગામના દલિતો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વીડિયો વાયરલ કરનારા અનુસૂચિત જાતિના યુવાને સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે એન્ટ્રોસીટી સહિતની કલમો દાખલ કરી ફરિયાદ નોંધી હતી. આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Mar 13, 2020, 05:10 PM IST
Savdhan Gujarat: Young Man Beaten By Family Of Girl PT4M15S

સાવધાન ગુજરાતઃ પ્રેમીકાના પરિવારજનોએ કરી યુવકની ધોલાઈ

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક યુવકને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. પહેલા તો તે વીડિયો લગ્નતેર સંબંધોને કારણે માર પડ્યો હોવાની માહિતી સાથે વાયરલ થયો. પણ હકીકત કંઈક જૂદી જ હતી. આખરે શા માટે યુવકને માર્યો માર? શું હતું કારણ? કોણ હતા એ શખ્સો જેણે યુવાનને માર્યો ઢોર માર...? શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...

Mar 11, 2020, 12:10 AM IST
Young Man Beaten By Family Of Girl PT3M32S

પ્રેમીકા સામે પરિવારજનોએ કરી યુવકની ધોલાઈ, વીડિયો થયો વાયરલ

વલસાડ જિલ્લાના કપરાડામાં એક પ્રેમીની જાહેરમાં ધોલાઈ કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવતીના પરિવારજનોએ જ પ્રેમીની ધોલાઈ કરી હતી. યુવક અને યુવતી કપરાડાની એક હોટેલની બહાર ઉભા હતા એ વખતે યુવતીના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. પ્રેમીના કપડા ફાડી દોડાવી દોડાવીને માર માર્યો હતો. યુવતી વચે પડતા તેને પણ ઝાપટો મારી હતી.

Mar 10, 2020, 06:50 PM IST
Young Man Drowns In Meshov River At Modasa PT3M25S

મોડાસાના વણિયાદમાં યુવક મેશ્વો નદીમાં ડૂબ્યો

મોડાસાના વણિયાદમાં મેશ્વો નદીમાં યુવક ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. મેશ્વો ડેમના ઉપરવાસમાં પુલ નીચે યુવક ડૂબ્યો હતો. મિત્રો સાથે ધુળેટી બાદ નદીમાં ઊંડા પાણીમાં યુવક ગરકાવ થયો હતો. ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ હતા. ધુળેટીના તહેવારને લઇ આવશ્યક સેવામાં કોઈ હજાર નહિ.

Mar 10, 2020, 06:50 PM IST
Women Beaten Up Youth In Vadodara PT2M51S

વડોદરામાં મહિલાઓએ યુવકને ચખાડ્યો બરોબરનો મેથીપાક, જુઓ Video

વડોદરામાં મહિલાઓનું શોષણ કરતા ઠગ ફિરોઝ વોરાની જાહેરમાં મહિલાઓએ ધોલાઈ કરાઈ હતી. મહિલાએ કરેલ ધોલાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહિલાઓને બીભત્સ ફોટા મોકલતા તેમના કુટુંબીજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સબસીડી વાળી લોનના બહાને લોકો પાસેથી રૂપિયા 5 લાખ પડાવ્યા હતા. ભોગ બનનાર લોકોએ જ વોચ ગોઠવી અકોટામાંથી પકડી પાડ્યો હતો.

Mar 7, 2020, 05:10 PM IST
Samachar Gujarat: Murder Attempt Of Young Man In Dhrol Of Jamnagar PT24M25S

સમાચાર ગુજરાત: જામનગરમાં યુવાન પર ફાયરિંગ, જુઓ લાઇવ CCTV દ્રશ્યો

જામનગરના ધ્રોલના ત્રિકોણબાગ પાસે ધોળા દિવસે દિવ્યરાજ નામના યુવાન પર ફાયરિંગ કરાયું હતું. સ્વીફટ કારમાં આવેલા ત્રણથી ચાર અજાણ્ય શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ત્રણથી ચાર જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં એક ગોળી યુવાનને લાગતા સારવારમાં ખસેડાયો હતો.

Mar 6, 2020, 10:40 PM IST
Murder Attempt Of Young Man In Dhrol Of Jamnagar PT8M13S

જામનગરના ધ્રોલમાં યુવાનની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જામનગરના ધ્રોલના ત્રિકોણબાગ પાસે ધોળા દિવસે દિવ્યરાજ નામના યુવાન પર ફાયરિંગ કરાયું હતું. સ્વીફટ કારમાં આવેલા ત્રણથી ચાર અજાણ્ય શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ત્રણથી ચાર જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં એક ગોળી યુવાનને લાગતા સારવારમાં ખસેડાયો હતો.

Mar 6, 2020, 07:45 PM IST

સુરત: ઉધનામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરતા જાહેરમાં સરભરા

શહેરના ઉધના વિસ્તારમાં રોડ રોમિયોએ યુવતી ની છેડતી કરતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મીરાનગર પાસેથી એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી. દરમિયાન રોડ રોમિયો દ્વારા આ યુવતીની છેડતી કરી તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં યુવતીએ બુમાબુમ કરી લેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને પકડીને જાહેરમાં જ તેની સરભરા ચાલુ કરી હતી. જોતજોતામાં ટ્યાં ટોળુ એકત્ર થવા લાગ્યું હતું. 

Mar 2, 2020, 11:26 PM IST