સુરતમાં એક યુવક અને સગીર પ્રેમિકાએ કર્યો આપઘાત, પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ
સુરતમાં એક સગીર યુવતી અને તેના પ્રેમીએ મોતની છલાંગ લગાવી છે. બંનેએ પાંચમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
Trending Photos
સુરતઃ સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં યુવક અને તેની 14 વર્ષીય પ્રેમિકાએ આત્મહત્યા કરી છે. બંનેએ પાંચમાં માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ બંને કડોદરાના સરગમ કોમ્પ્લેક્ષની તૃપ્તિ રેસિડેન્સીમાં રહેતા હતા. એક વર્ષ પહેલા મધ્યપ્રદેશના મંદસોરથી ભાગીને સુરતમાં રહેતા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશ પોલીસ શોધતા શોધતા કડોદરા પહોંચી હતી. મધ્ય પ્રદેશ પોલીસ બંનેને સાથે ન લઈ જઈ તેના માટે બંનેએ મોતનો કુદકો લગાવ્યો હતો.
પ્રેમી પંખિડાનો આપઘાત
સુરતમાં એક યુવક અને 14 વર્ષીય સગીર પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને મધ્યપ્રદેશના મંદસોરથી ભાગીને સુરતમાં રહેતા હતા. આ દરમિયાન મંદસોર પોલીસ બંનેને શોધતા શોધતા કડોદરા આવી પહોંચી હતી. પોલીસ ઘરનો દરવાજો ખખડાવી રહી હતી, ત્યારે બીજીતરફથી બંનેએ મોતની છલાંગ લગાવી હતી. કડોદરાની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંનેને સુરત ખાતે લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યાં છે. પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે