VIDEO: પિત્રોડાના નિવેદનને રાહુલ ગાંધીએ શરમજનક ગણાવતા PM મોદીએ કર્યો કટાક્ષ
સિખ રમખાણો પર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે ગળાનું હાડકું બની ચૂક્યું છે. ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ માટે ખુબ મુસીબતો આવી રહી છે.
Trending Photos
ભટિંડા/નવી દિલ્હી: સિખ રમખાણો પર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે ગળાનું હાડકું બની ચૂક્યું છે. ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ માટે ખુબ મુસીબતો આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. આ બાજુ રાહુલના આ નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યો છે.
પીએમ મોદીએ પંજાબના ભટિંડામાં એક રેલી દરમિયાન કહ્યું કે નામદાર, તમે તમારા ગુરુને વઢવાનો દેખાડો કેમ કરી રહ્યા છો. કારણ કે તમારા ગુરુએ કોંગ્રેસના હ્રદયમાં જે હતું તે બધુ સાર્વજનિક રીતે કહી દીધુ છે. પીએમ મોદીએ કહ્યું કે તમારા ગુરુના આ નિવેદન બદલ તમને શરમ આવવી જોઈએ.
#WATCH PM in Bathinda, Punjab on R Gandhi's remark 'I told him(Sam Pitroda) he should be ashamed (for comment on 1984 riots)': 'Naamdaar', you pretended to scold your mentor for what? Because he publicly said what had always been in Congress' heart? It's you who should be ashamed pic.twitter.com/IH0kWqCmYj
— ANI (@ANI) May 13, 2019
ભાજપ દ્વારા સતત થઈ રહેલા આક્રમક પ્રહારો બાદ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેમને (પિત્રોડા)ને પોતાના નિવેદન પર શરમ આવવી જોઈએ અને દેશ પાસે માફી માંગવી જોઈએ. ગાંધીનું આ નિવેદન પિત્રોડાના (થયું તે થયું) નિવેદન પર પેદા થયેલા જનાક્રોશ બાદ નુકસાન ભરપાઈ તરીકે પંજાબમાં તેમની પહેલી રેલીમાં આવ્યું છે. પંજાબમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદન પર સ્પષ્ટતા કરી. આ મુદ્દે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યો છે.
જુઓ LIVE TV
આમ તો કોંગ્રેસ પ્રમુખે ટ્વિટ કરીને તેમની આ ટિપ્પણીને અસ્વીકારી હતી અને પાર્ટીએ પણ ટિપ્પણીથી અંતર જાળવ્યું હતું. તેમણે અહીં પોતાના ભાષણમાં કહ્યું કે, "સામ પિત્રોડાએ 1984 (સિખ વિરોધી રમખાણો) અંગે જે કઈ કહ્યું છે, તે ખોટું છે અને તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે હું, "અહીં જાહેરમાં કહું છું અને મેં ફોન ઉપર પણ તેમની સાથે આ જ વાત કરી. પિત્રોડાજી, તમે જે પણ કઈ કહ્યું, તે સંપૂર્ણ રીતે ખોટું છે, તમને તમારા પર શરમ આવવી જોઈએ. તમારે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે