હું PI સાહેબને 1 લાખ રૂપિયામાં મનાવી લઇશ, મારા 25 હજાર થશે: કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ

આરોપીને માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને લાંચ માગનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામા આવી છે. પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા.જેમા 25  હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ  માંગ્યા હતા.જોકે ગુનો નોંધાતા કોન્સ્ટેબલ હવે કાયદાના સંકજામાં પુરાયો છે.

હું PI સાહેબને 1 લાખ રૂપિયામાં મનાવી લઇશ, મારા 25 હજાર થશે: કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ

મૌલિક ધામેચા / અમદાવાદ : આરોપીને માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને લાંચ માગનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામા આવી છે. પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા.જેમા 25  હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ  માંગ્યા હતા.જોકે ગુનો નોંધાતા કોન્સ્ટેબલ હવે કાયદાના સંકજામાં પુરાયો છે.

કોરોના કાળમાં પોલીસ પર ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.કારણકે તાજેતરમાં હનીટ્રેપ ના ગુનામા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ થઇ ત્યારબાદ એક મહિલા પીએસઆઇ તેમજ ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે. અન્ય એક ટ્રાફિક કોન્સ્ટેબલની ગાડી પચાવી લેવાના ગુનામા ધરપકડ થઈ. તેવા જ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામા આવી છે.સરદારનગર ના તત્કાલીન પોલીસ કર્મી ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પોલીસ કર્મી એ આરોપી ને માર નહી મારવા અને વરધોડો નહી કાઢવા અંગે 25 હજાર પોતાના અને પીઆઈ ના નામે એક લાખ માંગ્યા હતા.જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને અરજી મળતા કોલ રેકોર્ડિંગ કબ્જે કરી FSL પુરાવા એકઠા કરી ગુનો નોંધવામાં આવ્યો છે. અને લાંચ માગનાર આરોપી પોલીસ કર્મી ની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. 

એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરિયાદ પર નજર કરીએ તો  કુબેરનગર વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે ચિંટુ સોનીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ ભષ્ટ્રાચાર અટકાવવાનો અધિનિમય મુજબ ફરિયાદ કરી છે. ભરત ઉર્ફે ચિંટુ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ઉપેન્દ્રસિંહ કરી રહ્યા હતા.જેમાં તેને પોલીસ સ્ટેશનમાં માર નહી મારવા અને વરઘોડો નહી કાઢવાના રૂપિયાની માંગ કરી હતી.ઉપેન્દ્રસિંહે સરદારનગર પોલીસ સ્ટેશનના તત્લાકની પીઆઇના એક લાખ રૂપિયા અને પોતાના 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. બન્ને વચ્ચેનો ઓડીયો સામે આવતા  ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. અને આખરે ગુનો નોંધાયો છે.

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહનો વાયરલ થયેલા ઓડીયાકાંડની તપાસ બાદ તેની બદલી તાત્કાલીક અસરથી દરિયાપુર પોલીસ સ્ટેશનના પીએસઓમાં કરી દેવામાં આવી હતી.જોકે બન્ને વચ્ચેની વાતચીતના ઓડ઼ીયો ક્લીપને વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ માટે એફએસએલમાં મોકલાવામાં આવી હતી. એફએસએલ દ્રારા વોઇસ સ્પેક્ટ્રો ગ્રાફી ટેસ્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ પોલીસને સોંપ્યો હતો. એફએસએલના રીપોર્ટમાં ઓડીયો ક્લીપમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી.અને તે અવાજ ઉપેન્દ્રસિંહનો હોવાનું સામે આવતા અંતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news