અમદાવાદ: પતિએ ત્રિપલ તલાક કહેતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પતિએ પત્નીને ત્રણ વાર તલાક કહી તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસે પણ દહેજની કલમ અને ત્રિપલ તલાકના કાયદાની કલમો હોઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.

Kuldip Barot - | Updated: Aug 28, 2019, 05:55 PM IST
અમદાવાદ: પતિએ ત્રિપલ તલાક કહેતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

જાવેદ સૈયદ/અમદાવાદ: ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પતિએ પત્નીને ત્રણ વાર તલાક કહી તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસે પણ દહેજની કલમ અને ત્રિપલ તલાકના કાયદાની કલમો હોઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં રહેતી જુહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક તેમજ ત્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. જુહાપુરામાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીના વર્ષ 2018માં દરિયાપુરમાં રહેતા સોહેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે માસ સુધી પતિ અને સાસરિયાઓએ સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ સાસુ અને સસરાએ નાની વાતમાં બોલાચાલી શરૂ કરી હતી. નવો ધંધો શરૂ કરવા સોહેલ પત્નીને પિયરમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જેથી તેના પિતાએ બે લાખ રૂપિયા આપ્યા હતા.

રાજાએ કર્યું એવું કે 'જુની કહેવત' પડી ખોટી, વીડિયો જોઇ તમે પણ વિચારતા થઇ જશો...

ભાઈઓને ઘરે જતી ત્યારે શંકા કરી તારે કોઈ સાથે અફેર છે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો. રમઝાન મહિનામાં મહિલા બિમાર પડી હતી ત્યારે દવા ન કરાવતા તેના પિયર જતી રહી હતી. 19 ઓગસ્ટના રોજ સોહેલે આવીને કહ્યું હતું કે ઘરે આવવું હોય તો તારા પિતા પાસેથી એક લાખ રૂપિયા લઈ આવજે. જે માટે ના પાડતા સોહેલે હવે મારે તારી જરૂર નથી કહી ત્રણ વાર તલાક તલાક બોલી છૂટાછેડા આપી જતો રહ્યો હતો.

ભાવનગર : રિસાઈને પિયરે ગયેલી પત્ની પર પતિએ ધડાધડ ફાયરિંગ કર્યું

અમદાવાદમાં નવા કાયદા બાદ ત્રિપલ તલાકનો પહેલો કિસ્સો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ કરી તો સામે આવ્યું છે કે આરોપી પતિએ ત્રણ વાર તલાક કહ્યા બાદ પહેલા તલાકની નોટિસ પણ યુવતીને મોકલાવી હતી. જે બાદ યુવતીએ પરિવાર સાથે મળી ફરિયાદ કરાવનું નક્કી કરતા હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos

યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે, યુવતીના સસરા કોઇ ગેંગ સાથે પણ સંકળાયેલા હતા. અને દારૂનો પણ ધંધો કરતા હતા. દરિયાપુરમાં તેમની સામે એક ફરિયાદ પણ નોંધાઇ હતી. આ તમામ આક્ષેપો પર પણ પોલીસ તપાસ કરી કાર્યવાહી હાથ ધરશે.

જુઓ LIVE TV :