ભાવનગર : રિસાઈને પિયરે ગયેલી પત્ની પર પતિએ ધડાધડ ફાયરિંગ કર્યું

એક સમયે શાંત ગણાતા ભાવનગર શહેરમાં પણ હવે ધીરે ધીરે ક્રાઈમ રેટ ઉપર જઈ રહ્યો છે. ભાવનગરમાં છેલ્લાં 24 કલાકમાં ફાયરિંગનો બીજો બનાવ બન્યો છે. ધોળેદહાડે એક પતિએ તેની પત્ની પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી ભાવનગરમાં ચકચાર મચી છે.

Updated By: Aug 28, 2019, 03:52 PM IST
ભાવનગર : રિસાઈને પિયરે ગયેલી પત્ની પર પતિએ ધડાધડ ફાયરિંગ કર્યું

વિપુલ બારડ/ભાવનગર :એક સમયે શાંત ગણાતા ભાવનગર શહેરમાં પણ હવે ધીરે ધીરે ક્રાઈમ રેટ ઉપર જઈ રહ્યો છે. ભાવનગરમાં છેલ્લાં 24 કલાકમાં ફાયરિંગનો બીજો બનાવ બન્યો છે. ધોળેદહાડે એક પતિએ તેની પત્ની પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી ભાવનગરમાં ચકચાર મચી છે.

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના હિમાલયા મોલ પર પતિએ તેની પત્ની પર ફાયરિંગ કર્યું છે. ભાવનગરમાં રહેતા કરણ ચોથાણી નાના યુવકે હાર્વી મોરડીયા પ્રેમલગ્ન કર્યાહ તા. પરંતુ છેલ્લાં ત્રણ મહિનાથી પતિ પત્નીને પરેશાન કરતો હતો, જેથી પત્ની તેના પિયર આવીને રહેવા લાગી હતી. આથી પતિ ગુસ્સે થયો હતો. પત્ની પોતાની ગાડી પર હાર્વી જ્યારે કોલેજ જઈ રહી હતી ત્યારે કરણ તેની તરફ બંદૂક લઈને ધસી આવ્યો હતો, અને હાર્વી પર ફાયરિંગ કર્યું હતું. હાર્વીને પીઠના ભાવે ગોળી લાગતા તે લોહીલૂહાણ થઈ હતી. 

આ ઘટના બાદ લોકોમાં અફરાતરફી મચી હતી. જેથી કરણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાર્વીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમા ખસેડાઈ હતી. તો બીજી તરફ, પોલીસે કરણને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :