અમદાવાદ બનશે મહિલાઓ માટે સૌથી સેફ શહેર, અડધી રાતે પણ 'નિર્ભય' બનીને ફરશે
અમદાવાદ, બેંગલુરુ , ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી આપવામાં આવી છે. નિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શરૂઆત થશે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવા ગૃહ મંત્રાલયે વિવિધ પહેલો હાથ ધરી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે. અમદાવાદ, બેંગલુરુ , ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી આપવામાં આવી છે. નિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શરૂઆત થશે.
સ્માર્ટ પોલીસિંગ મહિલા સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ભયા ફંડ આપવામાં આવશે. 3 વર્ષ દરમ્યાન 220.11 કરોડ ની ગ્રાન્ટ અમદાવાદને ફાળવશે. મહિલાઓના ગુનાઓ ઓછા થાય, જાહેર કે પરિવહન સ્થળ સમયે મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને, નિર્ભય પણે મહિલાઓ શહેરમાં મુસાફરી કરી શકે, કામ કરી શકે, રહેવા માટે સક્ષમ બને તે હેતુ છે. ઇન્ટીગ્રેટેડ અને ઈન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે, જેમાં GUJ COP, ડાયલ 100,112 સરકારી એપનડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રીકોગ્નાઈઝ કેમેરા પણ નાખવામાં આવ્યા છે.
મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી CCTV ફૂટેજ નાખવામાં આવ્યા છે. 250 રિવરફ્રન્ટ પરના અન્ય 150 સીટી બસ સ્ટોપ, 90 હોટસ્પોટ પર નખાશે. 677 IP બેઝડ કેમેરા નાખવામાં આવશે. 255 ફિક્સ બોક્સ કેમેરા, 300 બુલેટ કેમરા, 112 PTZ કેમેરા લગાવવામાં આવ્યા છે. 20 પોર્ટેબલ પોલ્સ ઉભા કરી કેમેરા રાખવામાં આવશે જેનો ઉપયોગ જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે. જ્યારે 205 ઇલેક્ટ્રોનિક કોલ બોક્ષ બસ સ્ટોપ પર, 35 ક્રાઇમ હોટ સ્પોર્ટ, 20 રિવરફ્રન્ટ પર મુકવામાં આવશે, સાથે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ મૂકવામાં આવશે.
મહત્વનું છે કે, મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રીક્ષા અને ટેક્સીઓને QR કોડ સાથે એટેચ કરાઈ તમામ વાહનોની વિગત મેળવી શકશે. ડ્રાઇવરની ગુના ઇતિહાસની જાણકારી અને ટ્રેકિંગની માહિતી પણ પરિવારજનોની શેર કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે