AHMEDABAD: સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ આવે તો હરખાઇ ન જતા નહી તો...
Trending Photos
અમદાવાદ : સોશિયલ મીડિયામાં તમને કોઈ સ્વારૂપ યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો ખુશ ન થઇ જતા સાવધાન થઇ જજો કેમ તમે HoneyTrapની ગેંગનો શિકાર પણ થઇ શકો છો. એક ગેંગની ધરપકડ મહિલા ક્રાઇમ બ્રાંચે કરી છે. જે ગેંગમાં એક સ્વરૂપવાન યુવતી સહીત બે પુરુષ સહીતના હનીટ્રેપ કરી લખો પડાવતા હતા. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો, તો facebook જેવા માધ્યમ પર કોઇક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ કે, એક ભૂલથી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલી અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું વેપારીને ભારે પડ્યું છે. અમદાવાદમાં મહિલાએ પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી.
જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને તેની પર વાતો કરી. જે બાદ મહિલાએ તે યુવકને મળવા બોલાવ્યો અને બીજા દિવસે ધમકી આપી કે, તું મને પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તને રેપના કેસમાં ફસાવી દઇશ. ત્યાર બાદ સાચો ખેલ શરુ થતો હતો હનીટ્રેપનો આવી જ એક ગેંગ અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ ગિરફ્તમાં ઉભેલા સ્વરૂપવાન યુવતીનું નામ છે. ઉત્ન્નતિ રાજપૂત ઉર્ફે રાધિકા, જીતેન્દ્ર મોદી અને બિપિન પરમાર નોંધનીય છે કે ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમ માં ખોટી અરજી કરી વેપારીઓ ને ડરાવતા હતા.
શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જે પ્રમાણે, વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો. અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી. યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે, એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારીને મળવા બોલાવશે. 21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારી વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા.
જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે.
જો કે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓ ને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા. જીતેન્દ્રએ તેમને કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને કહ્યું હતું કે, જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.આ ગેંગએ બીજી ફેબ્રુઆરી એ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસએ તપાસ શરુ કઈ છે ત્યારે આ ગેંગે અમદાવાદ સહીત ના અનેક વેપારીને પોતાનો શિકાર બનવ્યા હોવાનો પોલીસ તપાસ માં સામે આવ્યું છે.
નોંધનીય છે કે હાલ સુધી આ લોકો એ 4 અરજી કર્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ આ લોકો અત્યાર સુધી માં કેટલા રૂપિયા પડાવી લીધા છે અને આ ગેંગ માં અન્ય કેટલા લોકો સામેલ છે અને કોઈ મહિલા પોલીસ ની સંડોવણી છે કે કેમ તે તમામ દિશા માં તપાસ કરવા માં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે