હે ભગવાન! નાના બાળકો વેચવાનું એવું કૌભાંડ કે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ આંસુ આવતા જશે

હે ભગવાન! નાના બાળકો વેચવાનું એવું કૌભાંડ કે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ આંસુ આવતા જશે

* સુરતના દંપતિને હૈદરાબાદથી મળ્યું બાળક
* મહેસાણાની ટોળકી અમદાવાદ આવી બાળકીનું કર્યું અપહરણ
* 17 ફેબ્રુઆરી એ 4 માસની બાળકીનું ગોમતીપુર માંથી થયું અપહરણ
* ₹2 લાખમાં બાળકીનો સોદો કરનારા 9 આરોપી આવ્યા પોલીસ સકંજામાં

મૌલિક ધામેચા/અમદાવાદ : કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પોહચ્યો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 

અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી ૧૭ ફેબ્રુઆરીના રાત્રી દરમિયાન ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિ ની બાળકીનું અપહરણ થયું. અને આ અપહરણનો મામલો બાળક તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સેરોગેસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી.

પોલીસ કસ્ટડીમાં રહેલા તમામ આરોપીઓને બાળકના અપહરણમાં અલગ અલગ રોલ રહ્યા છે. પરંતુ ટોળકીનું કામ એકજ હતું બાળકોને વેચવાનુ. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર, વર્ષા ખસિયા, કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા, અમદાવાદ, વડોદરા અને હૈદરાબાદ વિસ્તારના રહેવાસીઓ છે. આ ટોળકી ભેગા મળી દંપતી અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોય 2 લાખમાં બાળક વેચ્યું હતું. જેથી સુરતના દંપતિ પાસેથી બાળક પરત મેળવી તેના માતા-પિતાને પોલીસે સોંપ્યું હતું.

17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પહેલા તો પોલીસ અપહરણ કરનાર 4 આરોપી સુધી પહોંચી હતી. જો કે આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની, રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચી નાખી હતી. 

જોકે આ મામલે પોલીસને તપાસમાં કેટલાક રહસ્યો મળતા વધુ તપાસ આદરી અને સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે. કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી. એટલું જ નહીં પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું કે, આરોપી કિંજલ અને વર્ષા સેરોગેસીથી બાળક લાવતા અને તે દરમિયાન ગુજરાત સહીત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો. હાલ પકડાઈ આરોપ તેઓ પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યુ હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news