અમદાવાદ : પાલડી પોલીસ સ્ટેશનમાં રાઈટરે લમણે ગોળી મારીને આત્મહત્યા કરી
Trending Photos
- આજે સવારે નોકરી પર આવ્યા બાદ ઓફિસને અંદરથી બંધ કરીને પોતાના લમણે ગોળી મારી
- પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના પાલડી પોલીસ મથકમાં એક પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઉમેશ ભાટીયા નામના પોલીસ કર્મીએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત (suicide) કરી લેતા ઉપરી અધિકારીઓ દોડતા થયા છે. ઉમેશ ભાટીયા રાઈટર હેડ એકાઉન્ટ વિભાગમાઁ ફરજ બજાવતા હતા.
ઓફિસને અંદરથી બંધ કરીને પોતાના લમણે ગોળી મારી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ ભાટીયાએ ફરજ દરમિયાન એકાઉન્ટ ઓફિસમાં પોતાની ખુરશી ઉપર બેસીને લમણા ભાગે ગોળી મારી આપઘાત કર્યો છે. આજે સવારે નોકરી પર આવ્યા બાદ ઓફિસને અંદરથી બંધ કરીને પોતાના લમણે ગોળી મારી હતી. તેમના સહકર્મીઓએ આવીને જોયુ તો તેઓ લોહીલુહાણ હાલતમાં ઓફિસમાં પડ્યા હતા. તાત્કાલિક તેમને અન્ય કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. 2009 ના વર્ષે ઉમેશ ભાટીયાની પોલીસ (ahmedabad police) માં ભરતી થઈ હતી. ઉમેશ ભાટિયા
પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. ઉમેશ ભાટીયાના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. એફ.એસ.એલ ટીમ પોલીસ સ્ટશને પહોંચી છે. આ ઘટનાની જાણ થતા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલું પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે