કેજરીવાલના રિક્ષાવાળાએ પલટી મારી, AAP નું દિલ તોડીને ભાજપનો ખેસ પહેર્યો

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેજરીવાલે જે રીક્ષાવાળાના ઘરે ભોજન લીધુ હતું તેણે ભાજપનો ખેસ પહેરતા બતાવાયો છે. રીક્ષાચાલક વિક્રમ દંતાણીનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો સૌને ચોંકાવનારો છે. સાથે જ આમ આદમી પાર્ટી માટે તે મોટી લપડાક છે. સાથે જ કહેવાય છે કે, આજે અમદાવાદમાં પીએમ મોદીની સભા દરમિયાન તે પોતાના મત વિસ્તારના લોકોને લઈને સભામાં હાજરી આપવા પણ પહોંચ્યો હતો. 

 કેજરીવાલના રિક્ષાવાળાએ પલટી મારી, AAP નું દિલ તોડીને ભાજપનો ખેસ પહેર્યો

અમદાવાદ :પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેજરીવાલે જે રીક્ષાવાળાના ઘરે ભોજન લીધુ હતું તેણે ભાજપનો ખેસ પહેરતા બતાવાયો છે. રીક્ષાચાલક વિક્રમ દંતાણીનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો સૌને ચોંકાવનારો છે. સાથે જ આમ આદમી પાર્ટી માટે તે મોટી લપડાક છે. સાથે જ કહેવાય છે કે, આજે અમદાવાદમાં પીએમ મોદીની સભા દરમિયાન તે પોતાના મત વિસ્તારના લોકોને લઈને સભામાં હાજરી આપવા પણ પહોંચ્યો હતો. 

હું ભાજપમાં છું, આપમાં ક્યારેય નહિ જોડાવું
ભાજપના ખેસ સાથે વિક્રમ દંતાણી આજે પીએમ મોદીના સભામાં દેખાયા હતા. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હું ભાજપમાં છું અને રહીશું. યુનિયન તરફથી રીક્ષાની મીટિંગમાં મને કેજરીવાલને આમંત્રણ આપવાનું કહેવાયુ હતું, મને ત્યાં જઈને ખબર પડી હતી કે, જમવાનું આમંત્રણ આપ્યુ હતું. તેથી મેં ગુજરાતીઓની પરંપરા પ્રમાણે ઘરે બોલાવીને જમાડ્યા હતા. હું આપ સાથે જોડાયેલો નથી, અને ક્યારેય જોડાવનો નથી. કેજરીવાલના જમણવાર વિશે મને કંઈ ખબર ન હતી. માત્ર રીક્ષા યુનિયન મીટિંગ વિશે જ ખબર હતી. હુ એકલો ન હતો, બધા રીક્ષા ચાલકોને જ કહ્યું હતું. ત્યાર બાદ મને કંઈ ખબર ન હતી. 

ZEE 24 કલાકે રિક્ષાવાળા વિક્રમ દંતાણી સાથે કરી વાત...@ArvindKejriwal @AamAadmiParty @AAPGujarat @BJP4Gujarat @brijdoshi pic.twitter.com/X6dFwR5JNp

— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2022

સાથે જ વિક્રમ દંતાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપમાં જોડાઈને તેણે કહ્યું કે,  હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news