સાબરમતી જેલમાં લોરેન્સના વીડિયો પર જેલતંત્રની સ્પષ્ટતા : આ અમારી જેલનો વીડિયો નથી

Gangster Lawrence's Video Call Goes Viral : સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના કથિત વીડિયોથી મચી ચકચાર... સાબરમતી જેલ તંત્રએ કહ્યું, આ અમારી જેલનો વીડિયો નહીં...  વીડિયો ક્યાંનો છે તેની થશે તપાસ

સાબરમતી જેલમાં લોરેન્સના વીડિયો પર જેલતંત્રની સ્પષ્ટતા : આ અમારી જેલનો વીડિયો નથી

Ahmedabad News : ગુનાઓની દુનિયામાં બદનામ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. હાલ લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સાથે જ આ વીડિયો અંગે પોલીસ પર સવાલ થયા છે. વાયરલ વીડિયો અંગે સાબરમતી જેલ તંત્રએ કહ્યું, આ અમારી જેલનો વીડિયો નથી. વીડિયો ક્યાંનો છે તેની તપાસ થશે.

લોરેન્સનો કથિત વીડિયો કોલ મામલે અમદાવાદ મધ્યસ્થી જેલ હરકતમાં આવી છે. આ વિશે મધ્યસ્થ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વિડીઓ સાબરમતી જેલના લાગતો નથી. વર્ષમાં 3 ઇદ આવે છે, જેથી કઈ ઇદ અને કઈ જેલનો છે, જે તપાસનો વિષય છે. ઓગસ્ટથી લોરેન્સ અમદાવાદની જેલમાં છે, તેની પાસેથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ નથી મળી આવી. લોરેન્સના બેરેકમાં રેગ્યુલર રીતે તપાસ કરીએ છીએ, જેમાં કોઈ વસ્તુ નથી મળી આવી. કેદીઓની સવાર સાંજ બે સમય જડતી સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવે છે. લોરેન્સને અલગથી રાખવા આવ્યો છે, જેલ ઓથોરિટી અને ats નો જાપ્તો તેની આસપાસ રહે છે. 

તેમણે વધુમાં કહ્યું કે, આ વીડિયો AI જનરેટ હોઈ શકે છે. ઓગસ્ટ 2023થી લોરેન્સ જેલમાં છે, લોરેન્સ પર ગુજરાત એટીએસ અને જેલના કર્મીઓનો જાપ્તો છે. આ જાપ્તો રાઉન્ડ ધ ક્લોક હોય છે. લોરેન્સને હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે.  

કોણ છે લોરેન્સ બિશ્નોઈ

  • ક્રાઈમની દુનિયાનો મોટો ગેંગસ્ટર છે લોરેન્સ બિશ્નોઈ  
  • ખેડૂત પરિવારનો પુત્ર બની ગયો છે ગેંગસ્ટર  
  • ખંડણી ઊઘરાવવાનો ધંધો, ન આપે તો હત્યા કરવી  
  • લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના  
  • અનેક લોકોને આપી ચુક્યો છે મારવાની ધમકીઓ 
  • હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ 
  • છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ચલાવે છે ગોરખધંધો  
  • જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની કરાવી હત્યા  
  • સલમાન ખાનને પણ આપી ચુક્યો છે મારવાની ધમકી  
  • હાલમાં સલમાન ખાનના ઘર પર કરાવ્યું હતું ફાયરિંગ 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બર, 2023 ના સમય દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી. વીડિયો 16 સપ્ટેમ્બર, 2023 ના રોજ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news