ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઈ! આ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં જાહેરમાં વેચાતું હતું MD ડ્રગ્સ

Ahmedabad News: અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.

ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઈ! આ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં જાહેરમાં વેચાતું હતું MD ડ્રગ્સ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરની SOGએ એમડી ડ્રગ્સ 8 લાખના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે SOG એ ગઈ રાત્રે એક ટીમ તૈયાર કરીને રેડ કરવામાં આવી હતી. જેમાં રેડ કરતા દુકાનમાંથી 85 ગ્રામ 250 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 8 લાખ અને 22 હજાર થવા પામી હતી અને દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો શખ્સ સલીમ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

અમદાવાદ SOG એ આરોપી સલીમ શેખની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભરત નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાની નાની પડીકી કરીને વેચાણ કરતો હતો. આ ડ્રગ્સનો જથ્થો છેલ્લા છ માસથી વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ SOGએ ભરત નામના શોધખોળ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news