અમદાવાદમાં ઝડપાયું હુક્કાબાર! 2 યુવતીઓ સહિત મોજ માણતા 20 ઝડપાયા!

અમદાવાદ શહેરના ગુજરાત કોલેજ પાસે એક હુક્કાબાર ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેમાં ગેરકાયદેસર રીતે નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હક્કો પીવે છે.

અમદાવાદમાં ઝડપાયું હુક્કાબાર! 2 યુવતીઓ સહિત મોજ માણતા 20 ઝડપાયા!

અમદાવાદ: ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય તેના માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે, તેમ છતાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં હુક્કાની મજા માણતા 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાઓ સાથેનો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. દરોડા પાડીને હર્બલ ફ્લેવર, હુક્કાના સેમ્પલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ સમગ્ર મામલે પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના ગુજરાત કોલેજ પાસે એક હુક્કાબાર ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેમાં ગેરકાયદેસર રીતે નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હક્કો પીવે છે. 

No description available.

બાતમીના આધારે તા.16/09/2022ના રોજ રેડ કરતાં સ્થળ પરથી હુક્કાબારના માલિક પથિક ભુપેન્દ્રભાઈ જા, મેનેજર કેયુર ધર્મેન્દ્રભાઈ ગાંધી અને હુક્કાબારમાં હુક્કા સર્વિસ માટે રાખવામાં આવેલા કુલ 12 મજુરો તેમજ કુલ 09 ટેબલો પર પડેલા 13 હુક્કાઓમાં હુક્કો પીવા બેઠેલી 2 મહિલાઓ સહિત કુલ 20 વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતાં.

No description available.

ગુજરાત કોલેજ પાસે ચાલતા હુક્કાબારમાં  અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જેમાં બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news