વિકાસની ગતિ તરફ દોડતા અમદાવાદની હવા બની ઝેરી! શહેરીજનો ધ્યાન રાખજો નહીં તો પડશો બિમાર
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો.
Trending Photos
Pollution in Ahmedabad, ઝી બ્યુરો/અમદાવાદ: દિવાળી આવી છે, સૌ કોઈ દિવાળીનો તહેવાર ધામધુમ પૂર્વક ઉજવશે. મીઠાઈ ખવાશે, દિવડા પ્રગટાવાશે અને ભવ્ય આતાશબાજી કરાશે. પરંતુ આ આતાશબાજી આ વખતે અમદાવાદની હવાને વધારે બગાડશે તે નક્કી છે. કારણ કે આપણું અમદાવાદ દિવસેને દિવસે પ્રદૂષિત બની રહ્યું છે.
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થાય છે. એક ક્વોલિટી ઈન્ડેક્સ 200 કે તેથી ઉપર જાય ત્યારે હવા ઝેરી બને છે અને શ્વાસની તકલીફ ધરાવતા તેમજ અસ્થમા અને હૃદય રોગના દર્દીઓ માટે જોખમ ઊભું થાય છે. સામાન્ય રીતે AQI 100થી નીચે હોય તો સારી હવા હોવાનો નિર્દેશ છે. પરંતુ અમદાવાદમાં તો એક પણ સ્થળનું AQI 100થી નીચે નથી. ત્યારે હવે આવનાર દિવસમાં શું પગલા લેવામાં આવે છે તેની પર સૌની નજર છે.
અમદાવાદ પણ દિલ્લી તરફ આગળ વધી રહ્યું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદની હવા પણ દિલ્લી માફક સતત બગડી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 100ને પાર જતો રહ્યો. AQI 100ને પાર જાય એનો સીધો મતબલ એવો થાય કે હવા સારી નથી. આ હવા સ્વચ્છ હવા ન કહેવાય. અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં સૌથી ખરાબ ગુણવત્તાની હવા હોવાનું સામે આવ્યું છે. સતત વધતાં વાહનો અને કંપનીના ધુમાડાને કારણે અમદાવાદની હવા બગડી રહી છે. હજુ તો દિવાળીની ઉજવણી શરૂ થઈ નથી ત્યારે જ AQI 100ને પાર જતો રહ્યો તો અમદાવાદ માટે સારા સંકેત નથી.
દિવાળી પર આતાશબાજીને કારણે તો હવા વધારે ખરાબ થઈ જશે અને ઝેરી પણ બની જશે. આ હવા શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે. આમ પણ દિવાળી પર અમદાવાદની સિવિલમાં દમના દર્દીઓની સંખ્યામાં ઘણો એવો વધારો જોવા મળતો હોય છે. અમદાવાદમાં જ્યારે આ વખતે હવાની ગુણવત્તા બગડી છે અને દિવાળી નજીક છે ત્યારે અમદાવાદ સિવિલમાં કેવી તૈયારી કરાઈ છે અને ખાસ શું ધ્યાન રાખવું તેને લઈ સિવિલના સુપરીટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ માહિતી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે