અમદાવાદમાં બોડકદેવ નવુ હોટસ્પોટ, એક જ ફ્લેટની બે મહિલા, કોરોનાના દર્દીના પત્ની પોઝિટિવ

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 14 કેસોમાં ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ પણ બોડકદેવમાં રહેતા વૃદ્દનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે હવે તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતામા મુકાયું છે. જો હજી વદારે કેસો સામે આવશે તો બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મુકી દેવામાં આવે તેવી શક્યતા છે.

Updated By: Apr 7, 2020, 05:47 PM IST
અમદાવાદમાં બોડકદેવ નવુ હોટસ્પોટ, એક જ ફ્લેટની બે મહિલા, કોરોનાના દર્દીના પત્ની પોઝિટિવ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 14 કેસોમાં ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ પણ બોડકદેવમાં રહેતા વૃદ્દનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે હવે તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતામા મુકાયું છે. જો હજી વદારે કેસો સામે આવશે તો બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મુકી દેવામાં આવે તેવી શક્યતા છે.

લોકડાઉનનાં અંતિમ 7 દિવસ પોલીસ સંપુર્ણ શક્તિ સાથે કામ કરશે, ગેરવર્તણુંકનો જવાબ બળપ્રયોગથી મળશે

આજે બોડકદેવનાં દેવરાજ ટાવરમાંથી જ બે કેસ સામે આવ્યા હતા. દેવરાજ ટાવરમાં રહેતા 59 વર્ષીય સોનલબેન શાહ અને 33 વર્ષનાં મોનલબેન શાહનાં કેસ પોઝિટિવ નોંધાયા છે. જેના પગલે સમગ્ર દેવરાજ ટાવરને ક્લસ્ટર ઝોનમાં મુકી ક્વોરન્ટીન કરવાની કામગીરી આજે થાય તેવી શક્યતા છે. એક જ ફ્લેટમાં બે કેસ પોઝિટિવ આવતા હવે તમામ રહેવાસીઓનાં આરોગ્યની તપાસ કરવામાં આવશે. તમામ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવશે. કોઇ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તેના ટેસ્ટ કરવામાં આવશે. 

અમદાવાદ બન્યું કોરોના કેપિટલ! તમે તો કોરોના દર્દીના સંપર્કમાં નથી આવ્યાને? આ રહી યાદી

આ ઉપરાંત બોડકદેવમાં આવેલા દેવપ્રીત એપાર્ટમેન્ટમાં રહેતા અને કોરોનાને કારણે મૃત્યુ પામેલા 67 વર્ષીય વૃદ્ધ શૈલેષ ધ્રુવના પત્ની રીટાબેન ધ્રુવનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે કોરોનાથી મોત થયું હતું. લોકલ ટ્રાન્સ મિશનના કારણે  આ વૃદ્ધને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના પગલે 30 માર્ચે સોલા સિવિલ ખાતે દાખલ કરાયા હતા. તેઓ હાયપર ટેન્શન અને ડાયાબિટીસની બિમારીથી પીડાતા હતા. તેમના પત્નીનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube