કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યું Zee Group, PM Cares Fundમાં યોગદાન માટે PMએ કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ Zeeના અભિયાનની પ્રશંસા કરી છે. તેમણે પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)માં યોગદાન માટે ઝી ગ્રુપ (ZEE Group)ની પ્રશંસા કરી છે.

Updated By: Apr 7, 2020, 06:27 PM IST
કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યું Zee Group, PM Cares Fundમાં યોગદાન માટે PMએ કરી પ્રશંસા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) જેવી ઘાતક મહામારીનો સમગ્ર દેશ એક થઈ સામનો કરી રહ્યો છે. દરેક વ્યક્તિ આ લડાઈમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. આ લડાઈમાં Zee Group પણ ભાગ લેવા આગળ આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ Zeeના અભિયાનની પ્રશંસા કરી છે. તેમણે પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)માં યોગદાન માટે ઝી ગ્રુપ (ZEE Group)ની પ્રશંસા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું, હું પીએમ કેર્સમાં યોગદાન માટે ઝી ગ્રુપની પ્રશંસા કરું છું. તેનાથી Covid-19 સામેની અમારી લડાઈ વધુ મજબૂત થશે.

તમને જણાવી દઇએ કે, ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઝીઝ લિમિટેડના એમડી અને સીઈઓ પુનીત ગોયનકાના ટ્વિટને રીટ્વિટ કરતા પીએમ મોદીએ આ વાત કહી હતી. ગોયનકાએ તેમના ટ્વિટમાં લખ્યું હતું, Zeeના 3500થી વધારે કર્મચારી કોરોના સામેની લડાઈમાં સાથે આવ્યા છે અને પીએમ કેર્સ ફંડમાં યોગદાન કરે છે. કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા યોગદાનની રકમ અને ઝી ગ્રુપની રકમ એક સાથે પીએમ કેર્સ ફંડમાં મોકલવામાં આવશે.

PMએ તેમના ટ્વિટ્સના માધ્યમથી તે તમામનો આભાર વ્યક્ત કર્યો છે જે કોવિડ-19 સામેની લડાઈ લડવામાં આગળ આવ્યા છે અને પીએમ કેર્સ ફંડમાં દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube