અમદાવાદના આ વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક, હથિયારો સાથે સોસાયટીમાં કરી વાહનોમાં તોડફોડ

અમદાવાદના રામોલમાં અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસીને કરી તોડફોડ કરીને ડરનો માહોલ બનાવ્યો છે. ઉમિયા સોસાયટીમાં વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની ગેંગે તોડફોડ કરી હોવાનાં દ્રશ્યો CCTVમાં થયાં કેદ.

અમદાવાદના આ વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક, હથિયારો સાથે સોસાયટીમાં કરી વાહનોમાં તોડફોડ

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગુનેગારોને જાણે કાયદાનો કે પોલીસ નો કોઈ ડર જ ન હોય એ પ્રકાર બેફામ થતા છે તેના બોલતા અને દેખાતા દ્રશ્યો સામે આવ્યા છે. વાત છે અમદાવાદના રામોલની કે જ્યા અસામાજિક તત્વોએ પૈસાને મામલે અસંખ્ય કારમાં તોડફોડ કરી છે. 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર જ નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ઉમિયા નગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ બેખોફ બનીને સોસાયટીના રસ્તા પર પાર્ક કરેલ વાહનોના કાચ તોડ્યા હતા વાત છે મંગળવારે રાતે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ઉમિયા નગર તરફ ના મુખ્ય રસ્તા પર પાર્ક થયેલ 20 થી વધારે જેટલા વાહનોના કાચ કેટલાક અસામાજિક તત્વો તોડી રહ્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 7, 2024

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી અને તેના 10 જેટલા સાગરીતો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદીનો આરોપ છે કે મનીષ ગોસ્વામી અને તેના સાગરીતો પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા અને ગાડીના કાચ તોડ્યા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ દાખલ કરવામાં કરવામાં આવી છે પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. 

વસ્ત્રાલ તક્ષશિલા સ્કુલની પાછળ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા જગદીશ ભલગામીયા એ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાતે બાળકો પર કેટલાક શખ્સો તલવાર, ધોકા સહિતના હથિયારો લઇને આવી ગયા હતા. જેઓ ગાળો બોલી રહ્યા હતા અને એકાએક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા. તોડફોડની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે.

સ્થાનિકઓ આક્ષેપ છે કે આ બનાવો સતત ચાલી જ રહ્યા છે અત્યાર સુધીમાં આ ગેંગે આવા ચોથા બનવાને અંજામ આપીને ફરાર થઇ ગયા ગયા છે. ત્યારે જોવું એ રહ્યું કે રામોલ પોલીસ આ ગુનેગાર સુધી ક્યારે પહોંચે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news