સુરતના હીરા ઉદ્યોગ પર આવ્યું મોટું સંકટ, અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો

America Ban On Russian Diamond : સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયાર, અમેરિકાએ રશિયન ડાયમંડ પર મૂકેલા પ્રતિબંધથી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકાનું નુકસાન થઈ શકે છે 
 

સુરતના હીરા ઉદ્યોગ પર આવ્યું મોટું સંકટ, અમેરિકાના એક નિર્ણયથી ભાંગી જશે સુરતીઓનો ધંધો

Surat News : મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. 1 માર્ચથી અમેરિકામાં રશિયાના પર પ્રતિબંધ મુકવા જઈ રહ્યું છે. અમેરિકાના આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને અંદાજે 35 ટકાનો ફટકો પડશે. 

પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને ધીરે ધીરે પ્રતિબંધ કરવાનો પ્રયાસો શરૂ કરાયા છે. ઓફેક એટલે કે, ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને પ્રતિબંધ કરવાનો શરૂ કરવાના પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે. ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. 

1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. અડધા કેરેટથી પતલી સાઈઝના હીરાને પ્રતિબંધ કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે. આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી ન હતી. 

સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે. પરંતુ રશિયાથી મોટા ભાગે આયાત થતાં હીરા પાતળી સાઈઝના હોય છે. જો અડધા કેરેટથી નાની સાઈઝના હીરા પર પ્રતિબંધ કરવામાં આવશે તો સુરતની ઈન્ડસ્ટ્રી પર મોટી અસર થશે. 

જો આ સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવે તો સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય બની જશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news