Loksabha Election 2024: ગુજરાતના આ 52 નેતાઓએ પુરાવવી પડશે હાજરી, લેવાશે ક્લાસ...

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ જ્યારે વિપક્ષી ગઠબંધન હજુ સંયોજક કોણ બનશે તે નક્કી કરવામાં મથ્યું છે. એવામાં ભાજપ 50% વોટ શેર મેળવવા તિસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પારના નારા સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. 2024 લોકસભા ચૂંટણીમાં જીતનો માર્જીન 2014 અને 2019 કરતા વધુ પણ દેશના ઇતિહાસમાં સૌથી મોટો રાખવાના ઇરાદા સાથે ભાજપ મેદાને ઉતરી ચૂક્યું છે. 

Loksabha Election 2024: ગુજરાતના આ 52 નેતાઓએ પુરાવવી પડશે હાજરી, લેવાશે ક્લાસ...

Loksabha Election 2024, હિતેન વિઠલાણી/અમદાવાદ: લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે જ ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય એવા ગૃહ મંત્રી અમિત શાહ 6 જાન્યુઆરી એ ગુજરાત પહોંચશે. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની પાઠશાળા યોજવામાં આવી છે. જેમાં ભાજપના માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહની પાઠશાળા યોજવામાં આવી છે તો જેને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને ફરજીયાત હાજરી આપવી જરૂરી બને છે, કારણ કે આ જ 52 નેતાઓની ક્લાસ જ્યારે અમિત ભાઈ લેશે તો તેનો સીધો મતલબ થાય છે કે ગુજરાતમાં 2024માં જીતની હેટ્રીક ફટકારવા જેમને જવાબદારી સોંપવામાં આવશે તે આજ 52 નેતાઓ રહેશે. 

ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત ભાઈની પાઠશાળા આ વખતે પાર્ટી મુખ્યાલય 'કમલમ' માં નહિ યોજાય પણ ગાંધીનગરના જ પથિકાશ્રમ યોજાશે. અમિતભાઈની પાઠશાળામાં હાજરી આપવા માટે 52 નેતાઓને સવારે 9 વાગ્યે પથિકાશ્રમ પહોંચવા નિર્દેશ આપવામાં આવ્યા છે અને સૂત્રો જણાવે છે કે બેઠક મોડી સાંજ સુધી ચાલે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી બેઠક રાત સુધી ચાલે તો પણ અમિત ભાઈની ટીમને કોઈ અવ્યવસ્થાનો સામનો ના કરવો પડે.

કોણ છે એ 52 નેતા જે અમિતભાઈ ની પાઠશાળા માં આપશે હાજરી ?
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, લોકસભા ક્લસ્ટર કક્ષાએ બનાવેલા પ્રભારીઓ સહિતના ઓને આમંત્રિત નેતાઓને જ અમિત ભાઈની ક્લાસ માં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સૂત્રો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેટલાક મંત્રીઓને પણ બેઠક માં હાજરી આપવા સૂચના આપવામાં આવી છે. અમિત ભાઈની આ પાઠશાળા માં લોકસભા ચૂંટણી ને લઈ ને આ 52 નેતાઓની અલગ અલગ જવાબદારી 26 બેઠકો માટે નક્કી કરવામાં આવશે તો સાથે જ અમિત ભાઈ ની પાઠશાળા માં 26 બેઠક મોટી લીડ થી ત્રીજી વાર જીતવાનો એક્શન પ્લાન પણ બનાવાશે.

શું શું થઈ શકે છે બેઠકમાં?
અમિત ભાઈ ની પાઠશાળા જ્યારે જ્યારે યોજાય છે ત્યારે ત્યારે માઈક્રો પ્લાનિંગ સંગઠન માટે કરવામાં આવે છે અને એ જ માઈક્રો પ્લાનિંગ ના આધારે ગુજરાત ના અમિત ભાઈ એ ભારતીય જનતા પાર્ટી ના ચાણક્ય બન્યા અને ગૃહ મંત્રી તરીકે પણ અલગ અલગ રાજ્યો માં જીત મેળવવા પ્લાનિંગ કરતા દેખાય છે. 2024 માં એક નવો ઇતિહાસ રચવા માટે જ્યારે વિપક્ષ હજુ ગઠબંધનનો સંયોજક શોધી રહી છે ત્યારે અમિત ભાઈ એ ભાજપ ને જીતાડવા સમગ્ર પ્લાનિંગ કરી લીધું છે. 

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક બાદ ગુજરાત માં પણ સંગઠન દ્વારા દિલ્હી થી મળેલા નિર્દેશો પ્રદેશ કક્ષા એ પહોંચાડી ને અલગ અલગ મોરચા ને તેની કામગીરી સોંપી દીધી છે તો 8 નેતાઓને ત્રણ ત્રણ લોકસભા ક્લસ્ટર માં વહેચી અલગ અલગ લોકસભા બેઠકનો પ્રભા પણ સોંપી દીધો છે. તો પ્રદેશ કક્ષા એ લોકોને કાર્યશાળામાં બોલાવી રાજ્ય ના છેવાડા ના નાગરિક ને પીએમ મોદી સાથે જોડવા નમો એપ માધ્યમે યુવા, મહિલા, કિસાન અને ગરીબ આ ચાર જાતિઓને વિકસિત ભારત ના એમ્બેસેડર બનાવવા અભિયાન પણ શરૂ કરી દીધું. 

રહી વાત અમિતભાઈ ની પાઠશાળા ની તો સૌ પ્રથમ તો પેજ સમિતિ કેવી રીત વધુ મજબૂત કરવી અને ગુજરાત માં 156 બેઠક અપાવનાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો શું છે એક્શન પ્લાન તે ગૃહ મંત્રી અમિત શાહ સમજશે ત્યાર બાદ પોતાનું માર્ગદર્શન આ તમામ 52 નેતાઓને આપશે અને તેમની જવાબદારીઓ પણ અમિતભાઈ નક્કી કરશે. તે સિવાય ગુજરાત માં 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ સમિટ બાદ કેવી રીતે અલગ અલગ ક્લસ્ટર કક્ષાએ કયા કયા કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગુજરાત માં યોજવા, તેમના નાના નાના સેમિનાર, અલગ ક્ષેત્ર ના લોકો માટે, તે સિવાય નાની જનસભા, રોડ શો, નુક્કડ સભા, અલગ અલગ યાત્રા અને એક એક હજાર યુવાઓ વાળા સંમેલન ક્યાં કેવી રીતે ક્યારે યોજવા તેની યોજના પણ અમિતભાઈની પાઠશાળામાં બનાવાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ ગુજરાત માં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત ના કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ પ્રદેશ ના મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓ ના ગુજરાત પ્રવાસ ની શરૂઆત કરાવાશે.

અમિતભાઈ ની પાઠશાળામાં 52 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છેસ પણ મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પાઠશાળામાં હાજરી નહિ આપી શકે કારણકે જ્યારે ગુજરાતમાં અમિત ભાઈની ક્લાસ ચાલી રહી હશે ત્યારે જ પંજાબમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો ક્લાસ પણ ચાલી રહ્યો હશે. જેથી પંજાબ રાજ્યના પ્રભારી તરીકે વિજય રૂપાણી પંજાબ પ્રદેશની બેઠકમાં હાજરી આપશે. જેથી પાઠશાળામાં 52ની સંખ્યા એકથી ઘટીને 51 સુધીની રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news