70 વર્ષ જૂની પ્રાચીન નવરાત્રીમાં અમરેલીના સાંસદે મંજીરા વગાડ્યા, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

Social Media Video Viral: સાવરકુંડલા શહેરમાં સ્થાનિક લોકો દ્વારા સાંસદ નારણ કાછડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, અહીં પ્રાચીન ગરબીમાં રામધૂનની રમઝટ બોલાવતા લોકો વચ્ચે સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડતા જોવા મળ્યા હતા.

70 વર્ષ જૂની પ્રાચીન નવરાત્રીમાં અમરેલીના સાંસદે મંજીરા વગાડ્યા, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

કેતન બગડા/અમરેલી: રાજ્યમાં હાલ નવરાત્રિના પર્વની ઉજવણી ધામધુમથી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા શહેરમાં પ્રાચીન ગરબી યોજાય છે. જ્યાં સાંસદ નારણ કાછડીયાએ મૂલાકાત લીધી હતી. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો રાસ ગરબીમાં મંજીરા વગાડતો વીડિયો વાયરલ થયો છે. 

સાવરકુંડલા શહેરમાં સ્થાનિક લોકો દ્વારા સાંસદ નારણ કાછડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, અહીં પ્રાચીન ગરબીમાં રામધૂનની રમઝટ બોલાવતા લોકો વચ્ચે સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડતા જોવા મળ્યા હતા. અમરેલીના સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડી ધૂમ મચાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. 

ઉલ્લેખનીય છે કે, મંજીરા વગાડી રહેલા સાંસદ નારણ કાછડીયાએ જૂની પરંપર જાળવી રાખી છે. વાત એમ છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 70 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં સાંસદ નારણ કાછડીયાએ હાજરી આપી હતી. ખોડિયાર બાળ મંડળ દ્વારા આયોજીત નવરાત્રિમાં આજે પણ પ્રાચીન પરંપરા છે. જૂની પંરપરા મુજબ ગરબીમાં સાંસદ નારણ કાછડીયાએ ઢોલકના તાલ સાથે મંજીરા વગાડ્યા હતા. નવરાત્રિમાં મંજીરા વગાડતો સાંસદ નારણ કાછડિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news