called

સૌરાષ્ટ્રમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે AMIT SHAH ને ફોન કરીને માંગી મદદ

રાજ્યના 147 તાલુકામાં ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. સાડા સત્તર ઈંચ વરસાદ નોંધાતા રાજકોટમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા છે. જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આફતમાં વધારો થયો છે. 

Sep 13, 2021, 04:53 PM IST

ભરૂચમાં ખાનગી કંપનીની 4 જગ્યા માટે સેંકડો ઉમેદવારો ઉમટી પડ્યાં, બેકાબુ સ્થિતિને પહોંચી વળવા પોલીસ બોલાવવી પડી

સરકારી ભરતીમાં તો સેંકડો જગ્યાઓ માટે લાખો અરજીઓ આવતી હોય છે જો કે, ભરૂચમાં આજે એક ખાનગી કંપની દ્વારા ચાર જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની જાહેરાત આપતા 500 થી 700 જેટલા ઉમેદવારો ઉમટી પડ્યાં હતા. ઇન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતા વધારે ઉમેદવારો એકત્ર થતા અફડાતફડી સર્જાઇ હતી. જેના પગલે સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે ઇન્ટરવ્યુ સ્થળ પર આવી શક્તિ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. 

Sep 10, 2021, 11:37 PM IST

48 વર્ષીય શિક્ષકે 19 વર્ષીય યુવતી ખાલી ક્લાસમાં બોલાવી માંગમાં સિંદુર પુર્યું, લગ્નનો ચુડો પહેરાવ્યો અને...

જિલ્લાના રતનપરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રતનપરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા 48 વર્ષીય શિક્ષ અને 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ક્લાસરૂમમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. શુક્રવારે સવારે બંન્નેએ ફાંસોખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બંન્ને પાસેથી ત્રણ પાનાની સુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં બંન્નેએ પોતાના પરિવાર પાસે માફી માંગી હતી. 

Jul 17, 2021, 07:04 PM IST

Gandhinagar માં પેદા થયેલા કોલેરા સંકટ અંગે ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી તાગ મેળવ્યો

લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલ શહેરમાં ઉદભવેલ કોલેરાની પરિસ્થિત અંગે ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી સાથે અમિત શાહે ટેલીફોનિક વાતચીત કરી, પરિસ્થિતિનો તાગ મેળવી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સલાહ આપી હતી. 

Jul 10, 2021, 02:01 AM IST

બ્લડ કેન્સર હોવાનું કહી યુવતીને અવાવરૂ ફાર્મ હાઉસે બોલાવી હાથ બાંધી દુષ્કર્મ આચર્યું

જિલ્લામાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ અર્થે મોબાઇલ ફોન અપાવ્યો હતો. જો કે તે મોબાઇલ ફોનમાં એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તે આ યુવક સાથે વાત કરતી હતી. અજાણ્યા યુવક સાથેની મિત્રતા જો કે આ સગીરાને ખુબ જભારે પડી રહી છે. 

Jun 22, 2021, 11:18 PM IST

પત્ની પિયર જતા યુવકે અન્ય યુવતી સાથે બાંધ્યા સંબંધ, OYO રૂમમાં મળવા માટે બોલાવી અને...

ફરી એકવાર લગ્નેતર સંબંધોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકના જન્મ દિવસે પ્રેમિકા અમદાવાદ આવી હતી. બંન્ને હોટલમાં મળ્યા હતા જો કે હોટલમાં ઝગડો થતા યુવક ઘરે જતો રહ્યો હતો. પ્રેમિકા ગુસ્સે થઇને યુવકના ઘરે પહોંચી ગઇ હતી અને બંન્નેના સંબંધો અંગે યુવકની પત્નીને જાણ કરી હતી.

Jan 14, 2021, 02:43 PM IST

અમદાવાદ: PSI એ એક યુવતીને હોટલમાં બોલાવી કહ્યું તારો ફુલ બોડી ચેકઅપ કરવું પડશે અને પછી...

ક્રાઇમબ્રાન્ચ દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. 

Dec 10, 2020, 05:35 PM IST

11 વર્ષના બાળકે અમદાવાદ કર્ફ્યૂ વચ્ચે ફાયરિંગ થયાનો ફોન કર્યો, પોલીસ પહોંચી તો...

કોરોના સંક્રમણ વધતા શહેરમાં કર્ફ્યૂના કારણે પોલીસ અને 108 એલર્ટ છે. જેની વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યા આસપાસ શહેરની સાબરમતી પોલીસ અને 108ને 11 વર્ષના છોકરાએ દોડતી કરી દીધી હતી. છોકરાએ તેની દાદીનો ફોન લઇને ઘર્મનગરમાં ગોળીબાર થયો હોવાનો મેસેજ કર્યો હતો. તેવામાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. ફાયરિંગના મેસેજના પગલે પોલીસ દોડતી થઇ હતી. જો કે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ફાયરિંગ થયું નહોતું. છેવટે બાળકે મસ્તીમાં ફોન કર્યો હોવાનું બહાર આવતા પોલીસે હાશકારો લીધો હતો.

Nov 21, 2020, 10:32 PM IST

તાંત્રિકે બે યુવતીઓને બોલાવીને કહ્યું આપણે ખાસ વિધિ કરવાની છે, તમારે તમામ કપડા ઉતારવા પડશે અને...

ઘરમાં શેતાનનો વાસ હોવાની બીકે તંત્ર-મંત્રમાં પડતા જ ગણદેવીના પશ્ચિમ વિસ્તારના એક ગામના પરપ્રાંતિય પરિવારની બે દિકરીઓ તાંત્રિકની હવસનો શિકાર બની અને સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડીતાઓના પિતાની ફરિયાદને આધારે નરાધમ તાંત્રિક તેમજ તેના બે સાગરીતોને પકડીને જેલના સળિયા ગણાતા કરી દીધા છે. 

Nov 7, 2020, 07:08 PM IST

યુવતીને નોકરીની લાલચે અમદાવાદ બોલાવી પાંચ યુવકોએ MD ડ્રગ્સ, દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ

રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા દારૂ તથા એમડી ડ્રગ્સનો નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 

Nov 5, 2020, 09:32 PM IST

વડોદરા : એપાર્ટમેન્ટમાં નાની બાળકીને રમવા માટે બોલાવી અને અડપલા કર્યા

શહેરના મકરપુરા વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા શખ્સે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. મકરપુરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રજનીકાંત મહતો રહે છે. ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. રજનીકાંતને લગ્નના 15 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો. જેથી બાળકને એપાર્ટમેન્ટમાં રહેતી નાના બાળકીઓ રમાડવા જતી. તે દરમિયાન વિકૃત માનસિકતા ધરાવતો રજનીકાંત બાળકીઓને શારીરિક અડપલા કરતો હતો. 

Oct 8, 2020, 04:53 PM IST

પતિએ બેડરૂમમાં CCTV લગાવવા માટે માણસો બોલાવ્યા પરંતુ પત્ની સાથે થયું એવું કે...

પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થયા બાદ હવે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની તકરાર પોલીસસ્ટેશન પહોંચી છે. પત્નીએ તેના બેડરૂમમાં સીસીટીવી ન લગાવવા કહેતા પતિએ ઝઘડો કરી માર મારી ધમકી આપી. પત્નીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી. પતિએ પણ પત્ની પર આક્ષેપ કરી તેની સામે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે પણ ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરામાં રહેતી 38 વર્ષીય મહિલા બે બાળકો અને પતિ તથા સાસુ સાથે રહે છે. શુક્રવારે તે ઘરે હતી ત્યારે તેના પતિ બે માણસો લઇને આવ્યા. ઘરમાં સીસીટીવી નાખવાનું કામ ચાલુ કરાવવાનું હતું.

Feb 8, 2020, 06:39 PM IST
Dabhoi's Corporate Called To High Court PT2M5S

ડભોઈના કોંગ્રેસના 7 કોર્પોરેટરને હાઈકોર્ટનું તેડું, જાણો કારણ

ડભોઈના કોંગ્રેસના 7 કોર્પોરેટરને પક્ષાંતર ધારા હેઠળ 29 એપ્રિલે હાજર રહેવા હાઈકોર્ટનું ફરમાન , ટૂંક સમય પહેલાં જ જોડાયા હતાં ભાજપમાં

Apr 19, 2019, 05:10 PM IST