જમવાની ડીશ ફેંકવા મુદ્દે મિત્રએ જ મિત્રની કરી હત્યા, કલ્પના પણ ના કરી શકાય એવો છે પ્લાન
જીઆઇડીસી પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ પારસ ઉર્ફે બટકો યાદવ છે. પારસ ઉર્ફે બટકાએ તેની સાથે જ રહેતા અને મજૂરી કામ કરતા ઘનસિંગ રઘુનાથ ઠાકુરની હત્યા કરી નાખી હતી. કારણ હતું માત્ર જમવાની ડીશ આરોપીએ આપી
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: જમવાની ડીશ ફેંકવા બાબતે વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક આરોપીએ એક યુવકની હત્યા કરી નાંખી હતી. બંને ત્યાં સાથે જમ્યા, જ્યાં સાથે સુતા ત્યાં જ આરોપીએ તે યુવકની હત્યા કરી નાખી. આખરે એવું તો શું થયું કે મિત્રની જ મિત્રએ હત્યા કરી નાંખી.
જીઆઇડીસી પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ પારસ ઉર્ફે બટકો યાદવ છે. પારસ ઉર્ફે બટકાએ તેની સાથે જ રહેતા અને મજૂરી કામ કરતા ઘનસિંગ રઘુનાથ ઠાકુરની હત્યા કરી નાખી હતી. કારણ હતું માત્ર જમવાની ડીશ આરોપીએ આપી ત્યારે મૃતક ઘનસિંગે તેનો ઘા કરી ફેંકી દીધી હતી. બાદમાં મૃતકે આરોપીને માર માર્યો હતો. જેની અદાવત અને રીસ રાખી તે 17મીની રાત્રે જ્યારે મૃતક સુઈ ગયા બાદ તેને ઉલટી થઇ. ત્યારે આરોપી જાગ્યો અને મૃતક ઘનસિંગનું માથું દીવાલ સાથે ભટકાડી માર માર્યો હતો. મૃતકને લોહી નીકળતા તે ફરી સુઈ ગયો અને બાદમાં આરોપીએ બ્લોકના બે ત્રણ ફટકા મારી દીધા હતા.
પહેલા આરોપીએ મૃતક ઉલટી કરવા માટે ઉઠ્યો ત્યારે તેનું માથું દીવાલ સાથે અથડાવી માર માર્યો હતો. બાદમાં લોહી નીતરતી હાલતમાં જ મૃતક સુઈ ગયો હતો. બાદમાં ધાબળો ઓઢીને મૃતક સુઈ ગયો ત્યારે આરોપીને ઝનુન ઉપડ્યુ અને તેણે પેવર બ્લોકના બે ફટકા મૃતકના માથામાં મારી દીધા હતા. છતાંય મૃતક લોહીલુહાણ હાલતમાં ત્યાં રહ્યો અને આરોપી પોતે પણ સુઈ ગયો હતો.
જો કે બાદમાં કોઈ વ્યક્તિઓએ 108ને જાણ કરી લોહી નીતરતી હાલતમાં મૃતકને હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં બીજા દિવસે મોત થતાં પોલીસે પીએમ નોટના આધારે ગુનો નોંધી પારસ ઉર્ફે બટકાની ધરપકડ કરી લેવાઈ છે.
આરોપી હત્યા કર્યા બાદ ક્યાંય ભાગી નહોતો ગયો પણ તેણે મૃતકના લોહીવાળા કપડાં અને ધાબળો સંતાડી દીધા હતા. જેથી આરોપીએ ગુનાને અંજામ આપ્યો હોવાની કોઇને જાણ જ ન થાય. હવે આરોપીનો કોઇ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ સાથે જ તેણે કોઇ નશો કર્યો હતો કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે