DRIમાં નોકરી કરતા એક અધિકારી પત્ની પાસે માગ્યું 1 કરોડનું દહેજ, મહિલાએ નોંધાવી ફરિયાદ


યુવતીના પતિ પ્રશાંતકુમાર ડીઆરઆઇમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે અને શેરબજારમાં પણ કામ કરે છે. યુવતિના આક્ષેપ છે કે લગ્નના થોડા સમય બાદ સાસુ-સસરા કહેવા લાગ્યા કે તારો બાપ ભિખારી છે અને તારા બાપે અમારી અપેક્ષા પૂરી કરી નથી અને તારું કોઈ સ્ટેટસ નથી. 
 

DRIમાં નોકરી કરતા એક અધિકારી પત્ની પાસે માગ્યું 1 કરોડનું દહેજ, મહિલાએ નોંધાવી ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદઃ  દહેજ પ્રથાને રોકવા માટે દહેજ પ્રતિબંધ કાયદો ઘડવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઇ ગયેલી પ્રથા જેમાં દહેજની માંગણીના અનેક કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે.  પરંતુ જ્યારે શિક્ષિત લોકો પણ દહેજ માગે ત્યારે આ સાંભળીને ચોંકી જવાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.  એક શિક્ષિત યુવક કરોડો રૂપિયાની દહેજની માંગણી કરી છે અને દહેજ લેવામાં કંઇ ખોટું નથી. આપણા દેશમાં દહેજ પ્રથા વર્ષોથી ચાલતી આવી હોવાનુ DRIમાં રહેલ IRS કક્ષાના અધિકારી બોલ્યો હોવાના આક્ષેપ સાથે તેની પત્ની મહિલા પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરી છે.

મૂળ બિહારની અને સેન્ટ્રલ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા યુવતીના વર્ષ 2013 બિહારના પટણાના પ્રશાંત કુમાર સિંગ સાથે લગ્ર કરવાનું નક્કી કર્યુ હતું. લગ્નની કંકોત્રી વેચાઈ ગઈ હતી અને હોલ બુક થઈ ગયો હતો જોકે ત્યારે સાંસરીયાએ એક કરોડ રૂપિયા દહેજ ઈનોવા ગાડી સોના-ચાંદી સહિતની વસ્તુઓની માંગ કરી હતી. પરંતુ યુવતિના પરિવારે દહેજ આપવાનો ઇનકાર કર્યો હતો પણ યોગ્ય કરયાવર આપવાનું કહ્યું હતું. તે સમયે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વચ્ચે પડતા 6 મે 2013ના રોજ બંનેના લગ્ન કર્યા હતા. 

યુવતીના પતિ પ્રશાંતકુમાર ડીઆરઆઇમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે અને શેરબજારમાં પણ કામ કરે છે. યુવતિના આક્ષેપ છે કે લગ્નના થોડા સમય બાદ સાસુ-સસરા કહેવા લાગ્યા કે તારો બાપ ભિખારી છે અને તારા બાપે અમારી અપેક્ષા પૂરી કરી નથી અને તારું કોઈ સ્ટેટસ નથી. મારો દીકરો IRS ઓફિસર છે અને તેનો બજારમાં એક કરોડ ભાવ ચાલે છે. જેથી એક કરોડ લઇને જ જંપીશું. આવી વાત યુવતીને લગ્નજીવન ન બગડે તે માટે તે ત્રાસ સહન કરતી હતી. આ દરમિયાન યુવતીએ એક દીકરાને એ જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેને લાગ્યું કે પતિ અને સાસંરિયા પક્ષ સમજી જશે. છતાં પણ માનસિક-શારિરક ત્રાસ આપતા જ રહ્યા હતા.

દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 12 ઇંચ તો દિવસમાં 17 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

વર્ષ 2015માં પતિ પ્રશાંત કુમારની જમશેદપુરથી અમદાવાદ બદલી થઇ અને સાથે જ પત્નીની પણ બેંકમા અમદાવાદ ટ્રાન્સફર થઇ હતી. આ સમયે પણ પતિ સહિત સાસરિયાં યુવતીને મેણાટોળા મારી માર મારતા હતા. જે બાદ યુવતીને કાઢી મૂકતાં બોપલ પોલીસ મથક સુઘી મામલો પહોચ્યો હતો. પરંતુ ફરિયાદ કરી ન હતી અને પ્રિયંકા પિયર જતી રહી હતી. જો કે સમાજના લોકો સમજાવતા પ્રિયંકા એપ્રિલ 2016માં સાસરે પરત ગઇ હતી. આ સમયે પતિ પ્રશાંતકુમારની કાયમી અમદાવાદ બદલી થઇ ગઇ હતી. અમદાવાદ આવ્યા પણ સાસરિયાના દહેજની માંગણી કરી પરેશાન કરતા હતા. ઉપરાંત પત્ની અને પુત્રને રૂમમાં પૂરી રાખતા હોવાનો આક્ષેપ ફરિયાદ કરવામાં આવ્યો છે.

પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની પિટિશન ફાઇલ કરી હતી જેથી સમાઘાન માટે યુવતીના પિતાએ તેની રકમ ભેગી કરવા સમય માંગ્યો હોવાથી છૂટાછેડાની અરજી પરત ખેંચી હતી. પરંતુ દહેજની વ્યવસ્થા થઈ ન હતી આ દરમિયાન 6 એપ્રિલ 2020ના રોજ દહેજની માંગણી કરી હતી.  ઉશ્કેરાયેલા પતિએ સાસરિયાએ ગાળો બોલી માર માર્યો હતો.

શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય

ઉલ્લેખનિય છે કે સિયાચીન ઘાટી અને કારગીલમાં સારી પ્રતિષ્ઠા ધરાવનાર કર્નલ એ.કે.ચૌઘરીની દીકરી છે આ યુવતી અને તેના લગ્ર થયા તે પહેલાંથી અત્યાર સુઘી દહેજની માંગણી કરવામાં આવી છે. જો કે સાસરિયા પક્ષે દહેજની માંગણી કરી હોવાનો ઓડિયો રેકોર્ડિગ સામે આવ્યો છે જેમાં દિકરીના પિતા અને સસરા પુન્યદેવસિગ દ્ધારા દહેજની માંગ કરવામં આવે છે. હાલ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતી એ પતિ પ્રશાંતકુમાર સિંગ, સસરા પુન્યદેવસિંગ, સાસુ અનિતાસિંગ અને અશોકકુમાર સિન્હા વિરુદ્ધ ઘમકી, મારામારી, ઘરેલૂ હિંસા અને દહેજ ધારા એક્ટ મુજબ ગુનો નોધવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news