ચૂંટણીની ચરમસીમા! આ બેઠક પર બે સગાભાઈઓ લડશે, પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ઉઠાવ્યો ફાયદો!

Gujarat Election 2022: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. 

ચૂંટણીની ચરમસીમા! આ બેઠક પર બે સગાભાઈઓ લડશે, પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ઉઠાવ્યો ફાયદો!

Gujarat Election 2022 ભરત ચુડાસમા,ભરૂચ: ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ઘણી એવી આશ્ચર્યજનક વાતો છે, જે હવે ખૂલીને સામે આવી છે. આ ચૂંટણીમાં ભરૂચની અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે. 

ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે પહેલી યાદીના પાંચ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જ્યારે કોંગ્રેસે પોતાના 89 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી તો તેની સામ કોંગ્રેસે વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો છે. 

નોંધનીય છે કે, પ્રથમ યાદીમાં ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા છે. હજું 22 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. પરંતુ આ 160 ઉમેદવારોમાં 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આમાં પણ ક્યાંક નવા ચહેરાઓ છે જ્યારે ક્યાંક જૂના નામો પર મહોર મારવામાં આવી છે. આ14 બેઠકો પર મહિલા પ્રભત્વનું રાજકીય મહત્વ અલગ છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news