જૂનાગઢ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો, 15 વર્ષનો કિશોર બન્યો કોરોનાનો શિકાર


જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 કેસ નોંધાયા છે. હાલ ત્રણ એક્ટિવ કેસ છે. 
 

જૂનાગઢ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો, 15 વર્ષનો કિશોર બન્યો કોરોનાનો શિકાર

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. વિસાવદરના પ્રેમપરા ગામમાં એક 15 વર્ષના કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કુલ પાંચ કેસ નોંધાયા છે. જેમાંથી બે લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં 3 એક્ટિવ કેસ છે. 

જિલ્લામાં અત્યાર સુધી 5 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ પાંચ કેસ સામે આવ્યા છે. આજે વિસાવદરના પ્રેમપરા ગામમાં એક 15 વર્ષનો કિશોર કોરોનાનો ભોગ બન્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો તંત્રએ ગામમાં ક્વોરેન્ટાઇન અને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ જિલ્લામાં પાંચમાંથી બે દર્દીઓ સાજા થતાં કુલ ત્રણ એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 હજારને નજીક
જો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9932 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કોરોનાએ રાજ્યમાં 606 લોકોનો ભોગ લીધો છે. 4035 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં 5300 જેટલા એક્ટિવ દર્દીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news