ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિત લક્ષી નિર્ણય, વિવિધ સહાય યોજનાઓનો લાભ હવે ઘરઆંગણે મળશે
ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
વધુમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આવતીકાલ એટલે કે તા.૨૨ એપ્રિલથી ૩૧મે-૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે