પોરબંદર: રાણાવાવ ખાતે તૈયાર થયું ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’
ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યુ હતુ.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યુ હતુ.
આ લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેલ રાજ્યના ગૃહરાજ્ય પ્રધાને એવુ જણાવ્યુ હતુ કે,રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ વર્ષે 6618 કરોડ બજેટમાં મંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં 50 હજારથી વધુ પોલીસની ભરતી કરવામાં આવી છે.
અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું
બદલાયેલા સમયમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન અંત્યત આવશ્યક છે. તેવા સંજોગોમાં ગુનેગારો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે તેથી રાજ્યમાં 22 જેટલા સ્માર્ટ પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને હજુ સ્માર્ટ પોલીસ સ્ટેશનોમાં વધારો થાય તે માટેનો પ્લાન કરવામાં આવ્યો છે. રાણાવાવ ખાતે આયોજીત સ્માર્ટ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં પોરબંદરના ધારાસભ્ય,જુનાગઢ રેન્જ આઈજી,જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે