અમદાવાદ: ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટ કૌભાંડમાં મુંબઇથી એક શખ્સની ધરપકડ
RTOની માન્યતા વિના HSRP નંબર પ્લેટ બનાવી વેચવાના કૌભાંડમાં વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાસેથી નંબર વિનાની કોરી પ્લેટો અને નંબર એમ્બોસ કરવા માટેની બીબા પણ પોલીસે કબ્જે કર્યા છે. ગુજરાતના RTOની પ્લેટો મુંબઈમાં બનાવવાની જરૂર શા માટે પડી અને HSRP નંબર પ્લેટોનો કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ ? તેની પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: RTOની માન્યતા વિના HSRP નંબર પ્લેટ બનાવી વેચવાના કૌભાંડમાં વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાસેથી નંબર વિનાની કોરી પ્લેટો અને નંબર એમ્બોસ કરવા માટેની બીબા પણ પોલીસે કબ્જે કર્યા છે. ગુજરાતના RTOની પ્લેટો મુંબઈમાં બનાવવાની જરૂર શા માટે પડી અને HSRP નંબર પ્લેટોનો કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ ? તેની પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસે વાહન ચેંકિંગ દરમિયાન માન્યતા વિનાની બનાવટી HSRP નંબર પ્લેટના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ભીખાભાઈ ગજ્જર અને કિરણ ગલસર નામના બે આરોપીને ઝડપી લીધા બાદ તપાસ દરમિયાન આજે વધુ એક આરોપીને મુંબઈના ગોરેગાવ વિસ્તારમાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ભાનારામ ઉર્ફે ભરત પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. ભરત મુંબઈમા બેસીને ગુજરાત RTO સહિત અનેક રાજ્યોની બનાવટી HSRP નંબર પ્લેટો બનાવતો હતો. અને તેની પાસેથી પોલીસે નંબર વિનાની પ્લેટ અને માલસામાન કબ્જે કર્યો છે.
અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું
બનાવટી નંબર પ્લેટના કૌભાંડની વાત કરીએ તો ભીખાભાઈ ગજ્જર વાહનોમાં પ્લેટ લગાવી આપતો હતો. માટે જે લોકોને HSRP જોઈતી હોય તે ભીખાભાઈને ઓર્ડર આપતા અને તે ઓર્ડર મેળવી કિરણ ગલસર મુંબઈ ખાતે ભાનારામ પાસેથી આ નંબર પ્લેટો બનાવતો હતો. રામોલ પોલીસની તપાસમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, RTO જેવી જ બનાવટી પ્લેટો આરોપી ક્યાંથી મેળવતા હતા. તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ
મહત્વની વાત એ છે કે, RTO પૂર્વથી માત્ર 1 કિલોમીટર દુર ભીખાભાઈ પોતાનું બનાવટી નંબર પ્લેટનુ કૌભાંડ છેલ્લા 1 વર્ષથી ચલાવતા હતા. અને જેની કોઈ ગંધ સુધ્ધા આવી ન હતી. માટે આરોપી પાસેથી 55 જેટલી બનાવટી પ્લેટો કબ્જે કરવામાં આવી છે. ત્યારે હવે નબંર પ્લેટના કૌભાંડમા આરટીઓના એજન્ટોની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે