અસદુદ્દીન ઓવૈસીના BJP, કોંગ્રેસ, AAP પર પ્રહાર, ત્રણેય પાર્ટી નક્કી નથી કરી શકતી કે ઓવૈસી કોણ છે?

સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ ભાજપ સાથે મિલીભગત ધરાવે છે. અમદાવાદ સાબરમતીના કિનારે બેસીને નિર્ણય કરો કે ઓવેસી કોણ છે. મારું તો કહેવું છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ મળીને મિટિંગ કરવી જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીના BJP, કોંગ્રેસ, AAP પર પ્રહાર, ત્રણેય પાર્ટી નક્કી નથી કરી શકતી કે ઓવૈસી કોણ છે?

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજ્યમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર- પ્રસાર શરુ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો હોવાનો ચારેકોર ચર્ચા છે. તમને જણાવી દઈએ કે ત્રણ પક્ષો સિવાય ગુજરાત બહારનાં રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારો ઉતર્યા છે. સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.

સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ ભાજપ સાથે મિલીભગત ધરાવે છે. અમદાવાદ સાબરમતીના કિનારે બેસીને નિર્ણય કરો કે ઓવેસી કોણ છે. મારું તો કહેવું છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ મળીને મિટિંગ કરવી જોઈએ. આપના કેજરીવાલ "છોટે રિચાર્જ છે..." દિલ્હીથી આવેલ છે છોટા રિચાર્જ, ગુજરાત ભાજપ પાસે જનતાને બતાવવા કંઈ નથી. ગુજરાત બનાવવા વાળા બધા છે. બ્રિજ પર 12 લાખ ખર્ચ કરવામાં આવ્યા.

ઓવૈસીએ ઉમેર્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ મારી પાસે આવે છે. મારા વિરુદ્ધ બોલે છે, તેમ છતાં મને કહે છે મારા વિસ્તારમાં પાણી લાઇન નથી. હું એ લોકોની સમસ્યાઓ સાંભળી 15 દિવસમાં કામ કરી આપું છું. અહીં ભાજપના ધારાસભ્ય કહે છે, તમે અમને મત નહીં આપ્યો. કામ કરતા નથી અને મત માંગવા માટે આવે છે. સુરતમાં ઘરમાં હીરાની કામગીરી થાય છે, તેમને કોમર્શિયલ ટેક્સ કેમ લગાવવામાં આવે છે. 

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ, કોંગ્રેસ અને AAP પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ત્રણેય પાર્ટી નક્કી નથી કરી શકતી કે ઓવેશી કોણ છે? રિવરફ્રન્ટ પર બેસીને ત્રણેય પાર્ટી નક્કી કરે કે ઓવૈસી કોણ છે? ઓવૈસીએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ સાથે મળેલી છે. AAP પર પ્રહાર કરતા કહ્યું દિલ્લીથી છોટા રિચાર્જ આવ્યું છે.  કોંગ્રેસ અને AAP મને ભાજપની બી ટીમ કહે છે. પરંતુ ભાજપ મને દેશવિરોધી કહે છે, એટલા માટે ત્રણેય પાર્ટીઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને નક્કી કરે કે ઓવેશી તેમના માટે શું છે. 

મહત્વનું છે કે, સુરતમાં AIMIMની પાર્ટીએ બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સુરત પૂર્વમાં 159માંથી વસીમ કુરેશી અને લીંબાયતમાં અબ્દુલ શેખને પાર્ટી દ્વારા ટિકિટ આપીને પોતાની પાર્ટીના ઉમેદવારો તરીકે ઘોષિત કર્યા છે. AIMIM દ્વારા સુરત પૂર્વ વિધાનસભામાંથી વસીમ કુરેશી અને લીંબાયતમાંથી અબ્દુલ શેખને ટિકિટ આપી પોતાના ઉમેદરવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બન્ને ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મેહનત શરૂ કરી દીધી છે. 

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news