અતુલ મોટર્સના મેનેજરે બારોબાર કરી લાખો રૂપિયાની ઉચાપત, ટ્રીક જાણીને શેઠ પણ વિચારતા થઇ ગયા

અતુલ મોટર્સનાં ટ્રુ વેલ્યુના મેનેજરે કંપની સાથે 84 લાખની ઉચાપત કરી હોવાની એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. અતુલ મોટર્સનાં મેનેજર પરેશ રાઠોડે 25 કાર નકલી રસીદ બનાવી બારોબાર વહેંચી નાખવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.

Updated By: Jun 22, 2020, 10:24 PM IST
અતુલ મોટર્સના મેનેજરે બારોબાર કરી લાખો રૂપિયાની ઉચાપત, ટ્રીક જાણીને શેઠ પણ વિચારતા થઇ ગયા

અમદાવાદ: અતુલ મોટર્સનાં ટ્રુ વેલ્યુના મેનેજરે કંપની સાથે 84 લાખની ઉચાપત કરી હોવાની એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. અતુલ મોટર્સનાં મેનેજર પરેશ રાઠોડે 25 કાર નકલી રસીદ બનાવી બારોબાર વહેંચી નાખવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.

Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 563 કેસ, 560 દર્દી ડિસ્ચાર્જ; 21ના મોત

તસ્વીરમાં દેખાતા આ શખ્સને જૂઓ. આ શખ્સનું નામ છે પરેશ રાઠોડ. આરોપી પરેશ રાઠોડ પર આરોપ છે અમદાવાદ અતુલ મોટર્સનાં ટ્રુ-વેલ્યુની 25 કાર બારોબાર વહેંચી નાખી 84 લાખની ઉચાપત કરવાનો. અતુલ મોટર્સનાં મેનેજીંગ ડાયરેક્ટર સમર્થ અતુલ ચાંદ્રાએ રાજકોટ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ બ્રાન્ચનાં મેનેજર પરેશ રાઠોડ વિરૂદ્ધ 84 લાખ 84 હજારની ઉચાપતની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં આરોપી પરેશ રાઠોડે ગત 15 માર્ચ થી 20 જૂન સુધીમાં 25 જેટલી કારની બોગસ રસીદ બનાવીને બારોબાર વહેંચી દીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જગન્નાથ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, પત્ની અંજલિ સાથે કર્યા ભગવાનના દર્શન

કેવી રીતે આચરી ઉચાપત?
પોલીસનાં કહેવા મુજબ, ફરીયાદી સમર્થ ચાંદ્રાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે, અમદાવાદ અતુલ મોટર્સનાં ટ્રુ - વેલ્યુનાં મેનેજર પરેશ રાઠોડે 25 જેટલી કાર બોગસ રસીદ બનાવીને વહેંચી નાખી હોવાનું ઓડીટમાં સામે આવ્યું હતું. જેમાં આરોપીએ 25 કારની બોગસ રસીદ બનાવીને 67 લાખ 42 હજાર 980 રૂપીયા ચાંઉ કરી ગયાની અને તેની પાસે થી અગાઉના નિકળતા 8 લાખ 26 હજાર 497 અને ક્લેઇમનાં 9 લાખ 14 હજાર 497 રૂપીયા મળી કુલ 84 લાખ 84 હજાર 257 રૂપીયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ રૂપીયા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હોવાનું ખુલ્યું છે.

રાજકોટ: ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે કરી ધરપકડ

પોલીસનાં કહેવા મુજબ અતુલ મોટર્સનાં ટ્રુ વેલ્યુમાં જૂની કારનું લે-વેચ કરવામાં આવે છે. જે પણ કાર વહેંચાય છે તેનો હિસાબ હેડ ઓફિસનાં બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનાં હોય છે. જોકે બ્રાન્ચ મેનેજરે રૂપીયા અંગત ઉપયોગમાં લઇ કંપની સાથે ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.